Gyanvapi Case: જ્ઞાનવાપી કેસ મુદ્દે આવ્યો મહત્વપૂર્ણ ચુકાદો, હવે કરી કરાશે ભગવાન શંકરની પૂજા, જાણો વ્યાસપીઠનો વિવાદ
Gyanvapi Case: મંગળવારના રોજ સુનાવણી બાદ તેનો ચુકાદો સુરક્ષીત રાખવામાં આવ્યો હતો અને આજે કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. જેમાં હવે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના કરી શકાશે. વારાણસી કોર્ટના ચૂકાદાને હિંદુ પક્ષકાર એક મોટા જીતની જેમ જોઈ રહ્યા છે.
Gyanvapi Case: જ્ઞાનવાપી મુદ્દે કોર્ટેનો મહત્વનો ચૂકાદો આવ્યો છે.
Gyanvapi Case: જ્ઞાનવાપી મુદ્દે કોર્ટેનો મહત્વનો ચૂકાદો આવ્યો છે. જેમાં જિલ્લા કોર્ટે 30 વર્ષ બાદ ફરી હિંદુ પક્ષને પૂજાનો અધિકાર આપ્યો છે. ભોંયરામાં હિંદુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે. કોર્ટે તંત્રને આદેશ કર્યો છે કે 7 દિવસમાં આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. કોર્ટના ચૂકાદા બાદથી હિંદુ પક્ષમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે તો મુસ્લિમ પક્ષે ચૂકાદાને ઉપરી અદાલતમાં પડકારવાની વાત કરી છે..
વારાણસી જિલ્લા કોર્ટથી જ્ઞાનવાપી કેસમાં એક મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હિંદુ પક્ષને જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભોંયરામાં પૂજા 31 વર્ષથી એટલે 1993થી બંધ હતી. કોર્ટે ચૂકાદો આપ્યો છે કે વ્યાસ ભોંયરામાં પૂજા કરી શકશે. જેને લઈને કોર્ટે તંત્રને 7 દિવસમાં વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે.
વારાણસી કોર્ટે આ ચુકાદો ભોંયરામાં પૂજા પાઠના અધિકાર માટે શૈલેન્દ્ર કુમાર પાઠકે કરેલી અરજી પણ સંભળાવ્યો છે.
મંગળવારના રોજ સુનાવણી બાદ તેનો ચુકાદો સુરક્ષીત રાખવામાં આવ્યો હતો અને આજે કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. જેમાં હવે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના કરી શકાશે. વારાણસી કોર્ટના ચૂકાદાને હિંદુ પક્ષકાર એક મોટા જીતની જેમ જોઈ રહ્યા છે.
જે જગ્યા પર પૂજા અર્ચનાની મંજૂરી મળે તે વ્યાસ ભોંયરુ નંદીની પ્રતિમાની સામે આવેલુ છે અને આજથી 31 વર્ષ પહેલા ત્યાં પૂજા-અર્ચના શરૂ હતી. જ્ઞાનવાપીનો આખો મામલો ખૂબ પેચીદો છે. જ્ઞાનવાપીમાં વર્તમાન મસ્જિદના નિર્માણ પહેલા વિશાળ મંદિર હોવાનો દાવો કરાય છે. ઐતિહાસિક પૂરાવા છે કે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. મસ્જિદની પશ્ચિમી દિવાલ જેના પર મંદિરનું કોતરણી કામ સ્પષ્ટ દેખાઈ આવે છે તેને બોલતો પૂરાવો ગણવામાં આવે છે. સાથે મસ્જિદનું નામ પણ સાંભળતા જ શંકા ઉપજાવે છે... જ્ઞાનવાપી.
હકીકત શું છે તેને જાણવા ASI દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ 25 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પણ જ્ઞાનવાપી મંદિર હોવાના કેટલાક પૂરાવા મળ્યા છે. રિપોર્ટ મુજબ જ્ઞાનવાપી પરિસરમાંથી ભગવાન વિષ્ણુ, ગણેશ અને શિવલિંગની મૂર્તિઓ મળી આવી છે.. રિપોર્ટમાં 34 જેટલા પૂરાવાને ધ્યાને લેવામાં આવ્યા છે. તો સમગ્ર સંકુલ મંદિરની રચના પર ઉભુ હોવાની માહિતી છે.. મસ્જિદ સંકુલની અંદર મહામુક્તિ મંડપ નામનો પથ્થરનો સ્બેલ પણ મળી આવ્યો છે. જ્ઞાનવાપીની દિવાલો પર દેવનાગરી, કન્નડ, તેલુગુ અને ગ્રંથ જેવી 4 ભાષાઓનો ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય શિવના 3 નામો પણ મળી આવ્યા છે જેમાં છે જનાર્દન, રુદ્ર અને ઓમેશ્વર. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે તમામ સ્તંભો મંદિરના હતા જેને સુધારીને ફરીથી ઉપયોગમાં લેવાયા હતા.
જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા અર્ચનાની મંજૂરી મળતા હિંદુ પક્ષકારોમાં આનંદની લાગણી છે તો મુસ્લિમ પક્ષકાર નારાજ જોવા મળી રહ્યો છે. ચૂકાદાને મુસ્લિમ પક્ષ હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે. બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા જ્ઞાનવાપી પરિસરમાં પૂજા-અર્ચના માટેની વ્યવસ્થા ઉભી કરવા તૈયારીઓ કરાઈ રહી છે. હાલ તો વારાણસી કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવી દીધો છે. ત્યારે આ મામલે ઉપરી અદાલતમાં શું દલીલો કરાય છે અને ઉપરી અદાલત દલીલો બાદ શું નિર્ણય કરે છે તે પણ જોવું રહ્યું.