Anant Ambani Radhika Merchant Wedding: ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીના ઘરે શહેનાઈ વાગવા જઈ રહી છે. તેમનો નાનો પુત્ર અનંત અંબાણી રાધિકા એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન સમારોહમાં 1000 મહેમાનો હાજરી આપશે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને એડોબના સીઇઓ શાંતનુ નારાયણ હાજરી આપશે.