Apple Smart Ring: ભૂલી જાઓ સ્માર્ટવોચ, Apple લાવી રહ્યું છે સ્માર્ટ રિંગ, પહેરતાની સાથે જ જણાવશે સ્વાસ્થ્યના હાલ
Apple Smart Ring: આઇફોન મેન્યુફેક્ચરિંગ ટેક કંપની એપલે એક નવી વેરેબલ, જે સ્માર્ટ રિંગ છે તેને લગતી પેટન્ટ ફાઇલ કરી છે. એવું માનવામાં આવે છે કે Apple સેમસંગ ગેલેક્સી રિંગ સાથે કોમ્પિટિશનમાં આ રિંગને લોન્ચ કરી શકે છે.
Apple Smart Ring: આઇફોન મેન્યુફેક્ચરિંગ ટેક કંપની એપલે એક નવી વેરેબલ, જે સ્માર્ટ રિંગ છે તેને લગતી પેટન્ટ ફાઇલ કરી છે
Apple Smart Ring: કેલિફોર્નિયાની ટેક કંપની એપલ હંમેશા શાનદાર નવીનતાઓ કરતી રહી છે અને હવે તેની આગામી નવી પ્રોડક્ટ સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. જો લીક્સનું માનીએ તો, Apple ટૂંક સમયમાં વેરેબલ સેગમેન્ટમાં તેની આગામી નવી પ્રોડક્ટ રજૂ કરી શકે છે, જે સ્માર્ટવોચ અથવા ઓડિયો વેરેબલ નહીં પણ સ્માર્ટ રિંગ હશે. તમારી આંગળીમાં આ રિંગ પહેરવાથી જ તમારા સ્વાસ્થ્યની સ્થિતિ જાણી શકાશે.
એપલ એવી પહેલી બ્રાન્ડ નથી કે જેણે સ્માર્ટ રિંગનો વિચાર આવ્યો હોય. આ પહેલા, boAt અને Noise જેવી વેરેબલ બ્રાન્ડ્સ માર્કેટમાં સ્માર્ટ રિંગ્સ લોન્ચ કરી ચૂકી છે. વર્તમાન સ્માર્ટ રિંગ્સ પ્રીમિયમ સેગમેન્ટમાં આવે છે અને હેલ્થ મોનિટરિંગ ફીચર્સ ઓફર કરે છે. આ સિવાય સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ પણ જલ્દી જ Galaxy Ring લૉન્ચ કરી શકે છે, જેનાથી સંબંધિત લીક્સ સામે આવ્યા છે.
એપલ રીંગમાં ટચ ડિસ્પ્લે હશે
મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે Appleએ તેની પ્રથમ સ્માર્ટ રિંગ માટે પેટન્ટ ફાઇલ કરી છે. આ ડોક્યુમેન્ટ્સથી જાણવા મળ્યું છે કે એપલ સ્માર્ટ રિંગમાં ટચ-સ્ક્રીન ડિસ્પ્લે ઉપરાંત એક્સેલેરોમીટર, ગાયરોસ્કોપ અને હાર્ટ-રેટ સેન્સર મળી શકે છે. આ સિવાય તેને iPhone સાથે કનેક્ટ કરવા માટે શોર્ટ-રેન્જ વાયરલેસ કોમ્યુનિકેશન સપોર્ટ પણ આ રિંગનો એક ભાગ બની શકે છે.
ટેક કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં તેની સ્માર્ટ રિંગમાં ઉપયોગમાં લેવાતી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ સંબંધિત પેટન્ટ પણ ફાઇલ કરી હતી.
જોવી પડશે રાહ
પેટન્ટ ફાઇલ કરવાનો અર્થ એ નથી કે એપલે તરત જ આ ડિવાઇસ પર કામ શરૂ કરી દીધું છે. પેટન્ટ લેવી એ કોઈપણ પ્રોડક્ટ ડેવલપમેન્ટનો પ્રારંભિક તબક્કો છે અને તે જરૂરી નથી કે દરેક પેટન્ટ પર આધારિત પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવે. જો કે, જો લીક્સનું માનીએ તો, Apple સેમસંગ ગેલેક્સી રિંગને ટક્કર આપવા માટે આ વર્ષના અંત સુધીમાં તેની સ્માર્ટ રિંગ પણ લોન્ચ કરી શકે છે.