Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની વિધિ શરૂ થઈ ગઇ છે. પ્રથમ યજમાન તરીકે ડો.અનિલ મિશ્રા અને તેમના પત્ની ઉષા મિશ્રા જોડાઈ રહ્યા છે. જેઓ 22 જાન્યુઆરી સુધી લગભગ 50 વૈદિક પ્રક્રિયાઓમાં ભાગ લેશે. યજમાનના સ્નાનથી ધાર્મિક વિધિની શરૂઆત થશે. યજમાન 10 પ્રકારના સ્નાન કરશે.
તેઓ શુદ્ધોદક (સરયુ પાણી) સાથે ગાયના દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમૂત્ર, ભસ્મ, કુશોદક (કુશ મિશ્રિત પાણી) અને પંચગવ્યથી સ્નાન કરશે. તેમના ઉપવાસની શરૂઆત પંચગવ્યના પ્રાશન (સ્વાદ)થી થશે. 22 જાન્યુઆરી સુધી તેનો આહાર અને વ્યવહાર બદલાશે. યજમાનનું ભોજન, વસ્ત્ર વગેરે પણ શાસ્ત્રો મુજબ જ રહેશે.
આ પછી ભગવાનને સરયૂના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ યજમાન અને આચાર્ય ગણ ભગવાનની મૂર્તિની આંખ પર પટ્ટી બાંધશે, જેને PM મોદી 22 જાન્યુઆરીએ ખોલશે. 22 જાન્યુઆરીના રોજ અભિષેકની વિધિનો અંતિમ કાર્યક્રમ યોજાશે.
ધાર્મિક વિધિઓ શરૂ થતાં મહેમાનોની સંખ્યામાં વધારો થશે. જે મૂર્તિનો અભિષેક થવા જઈ રહ્યો છે તેનું વજન અંદાજે 150-200 કિલો છે.