Ram Mandir Temple: અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં લોકો યથાશક્તિ દાન આપી રહ્યા છે..પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં સાડા 3 કરોડથી વધુનું રેકોર્ડ બ્રેક દાન મંદિરને મળી રહ્યુ છે. તેવામાં મંદિરમાં વિશેષ રીતે ભેંટ સોગાદો પણ આપવામાં આવી રહી છે...તેવામાં અયોધ્યાના આ રામ મંદિરમાં અખિલ ભારતીય માંગ સમાજ દ્વારા ચાંદીની સાવરણીની ભેંટ આપવામાં આવી રહી છે.
રામ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રામ મંદિરમાં આવતા ભક્તોની ભક્તિમાં જરા પણ કમી ન રહી જાય તેનું સવિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે તેવામાં આ ચાંદીની સાવરણીથી સફાઇ મંદિરની પુણ્યતામાં ઓર વધારો કરશે તેવુ અખિલ ભારતીય માંગ સમાજના અગ્રણનુ કહેવુ છે..ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તો મંદિરના દર્શને પહોચી રહ્યા છે. તમામ લોકો દર્શન કરી શકે તે માટે મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.