ઉત્તરાખંડમાં સ્થિત ભગવાન વિષ્ણુના પવિત્ર ધામ એવા બદ્રીનાથ મંદિરના કપાટ આજે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ આ વર્ષની પ્રસિદ્ધ ચારધામ યાત્રાનું પણ ઔપચારિક રીતે સમાપન થયું છે.
ઉત્તરાખંડમાં સ્થિત ભગવાન વિષ્ણુના પવિત્ર ધામ એવા બદ્રીનાથ મંદિરના કપાટ આજે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ આ વર્ષની પ્રસિદ્ધ ચારધામ યાત્રાનું પણ ઔપચારિક રીતે સમાપન થયું છે.
બપોરે 2:56 વાગ્યે કપાટ બંધ થયા મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, આજે વિજય મુહૂર્તમાં બપોરે 2:56 વાગ્યે પૂજા-અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ મંદિરના મુખ્ય દરવાજા શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. આ અવસરે હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ 'જય બદ્રી વિશાલ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભારતીય સેનાના બેન્ડની સુરાવલીઓ સાથે ભગવાનના કપાટ બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
હવે ક્યાં થશે પૂજા?
પરંપરા મુજબ, શીતકાળ દરમિયાન બદ્રીનાથ ધામ બરફથી છવાયેલું રહે છે. તેથી, હવે આવનારા છ મહિના સુધી ભગવાન બદ્રીનાથની પૂજા જોશીમઠમાં આવેલા નરસિંહ મંદિરમાં કરવામાં આવશે. કપાટ બંધ કરતી વખતે રાવલ (મુખ્ય પૂજારી) દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી અને ભગવાનને ઘીનો લેપ કરેલો કામળો ઓઢાડવામાં આવ્યો હતો.
ચારધામ યાત્રા પૂર્ણ ઉલ્લેખનીય છે કે, ચારધામ યાત્રાના અન્ય ત્રણ ધામો - કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ભાઈબીજ અને તે પહેલાં જ શીતકાળ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામના કપાટ સૌથી છેલ્લે બંધ થતા હોય છે, જેનાથી આ પવિત્ર યાત્રાનું સમાપન માનવામાં આવે છે. આ વર્ષે રેકોર્ડબ્રેક સંખ્યામાં ભાવિકોએ ચારધામની મુલાકાત લીધી હતી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.