VGGS: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ગ્લોબલ નેતાઓ, ટોચની ગ્લોબલ કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (સીઈઓ) સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 (VGGS)નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2003માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024. ગુજરાત VGGSની કલ્પના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આજે VGGS સર્વગ્રાહી વિકાસ અને સ્ટેબલ ડેવલપમેન્ટ માટે વ્યાપક સહયોગ, જ્ઞાન અને વ્યૂહાત્મક પાર્ટનરી માટેના સૌથી પ્રતિષ્ઠિત ગ્લોબલ મંચોમાંના એક તરીકે વિકસિત થયું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહી છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે.