આરબીઆઈ પોલિસીમાં ઑટો સેક્ટર માટે મોટી જાહેરાત, ઑટો ઈન્ડેકસમાં 1 ટકાનો કર્યો ઘટાડો | Moneycontrol Gujarati
Get App

આરબીઆઈ પોલિસીમાં ઑટો સેક્ટર માટે મોટી જાહેરાત, ઑટો ઈન્ડેકસમાં 1 ટકાનો કર્યો ઘટાડો

RBI policy impact on auto stocks: આઈશર મોટર્સનો સ્ટૉક એનએસઈ પર લગભગ 86 પોઈન્ટ એટલે કે 2.19 ટકાની નબળાઈ સાથે 3842 રૂપિયાની આસપાસ જોવા મળ્યો હતો. આજે તેની દિવસના હાઈ 3957.30 રૂપિયા અને દિવસના લો 3,835.60 રૂપિયા છે. સ્ટૉકમાં છેલ્લા 7 દિવસમાં 2.22 ટકા અને 1 મહિનામાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અપડેટેડ 01:23:17 PM Feb 08, 2024 પર
Story continues below Advertisement

RBI policy impact on auto stocks: ભારતીય રિઝર્વ બેન્કની પૉલિસીના જાહેરાત બાદ 8 ફેબ્રુઆરીએ મારૂતિ સુઝુકી, આઈશર મોટર્સ, એમએન્ડએમ અને ટાટા મોટર્સ જેવી ઑટોમોબાઈલ કંપનીઓના શેરોમાં 1 ફેબ્રુઆરી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આરબીઆઈના એમપીસીએ સતત છઠ્ઠી વખત રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. બેન્ચમાર્ટ નિફ્ટીમાં 1 ટકાનો વધારો આ વર્ષ અત્યાર સુધી નિફ્ટી ઑટો ઈન્ડેક્સ 7 ટકાથી વધું ભાગ્યો છે.

આઈરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ 2024ના પહેલા એમપીસીની પેઠકમાં "એકોમોજેશન પરત લેવા"ની નીતિ યથાવત રાખી છે. એમપીસીના નિર્ણયની જાણકારી આપતા આરબીઆઈ ગવર્નરે કહ્યું કે વિશ્વાસ, સ્થિરતા અને આર્થિક પ્રગતિ RBIનું હેતુ છે. ગ્લોબલ ઈકોનૉમિકને હજી પણ મિશ્ર રવૈયા છે. ભારતીય અર્થવ્યવસ્થા હજી પણ જોરદાર સ્થિતિમાં છે. RBIએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. RBIએ વ્યાજ દર 6.50 ટકા પર યથાવત રાખ્યો છે. MSF અને બેન્ક રેટ પણ 6.75 ટકા પર યથાવત છે.

આરબીઆઈ પૉલિસી બાદ કેવી રહી સ્ટૉકની ચાલ


હાલમાં 11.30 વાગ્યાની આસપાસ મારુતિનો સ્ટૉક એનએસઈ પર 210.70 અંક એટલે કે 1.93 ટકાના ઘટાડા સાથે 10720 રૂપિયાની આસપાસ જોવા મળ્યો છે. આજે આ દિવસે હાઈ 10951.00 રૂપિયા અને દિવસના લો 10710.00 રૂપિયા છે. સ્ટૉકમાં છેલ્લા 7 દિવસમાં 0.76 ટકા અને 1 મહિનામાં 7.75 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આઈશર મોટર્સનો સ્ટૉક એનએસઈ પર લગભગ 86 અંક એટલે કે 2.19 ટકાના ઘટાડાની સાથે 3842 રૂપિયાની આસપાસ જોવા મળ્યો હતો. આજનો તેનો દિવસ હાઈ 3957.30 રૂપિયા અને દિવસના લો 3835.60 રૂપિયા છે. સ્ટૉકમાં છેલ્લા 7 દિવસમાં 2.22 ટરા અને 1 મહિનામાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

એમએન્ડએમની વાત કરે તો આ સ્ટૉક એનએસઈ પર લગભગ 12 અંક એટલે કે 0.74 ટકાની નબળાઈ સાથે 1708 રૂપિયાના આસપાસ જોવા મળ્યો હતો. આજેનો આ દિવસના હાઈ 1743.90 રૂપિયા અને દિવસના લો 1700ય30 રૂપિયા છે. સ્ટૉકમાં છેલ્લા 7 દિવસમાં 3.40 ટકા અને 1 મહિનામાં 5.50 ટકાની તેજી જોવા મળી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 08, 2024 1:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.