Brendon McCullum: "બૈજબૉલના જનક"એ છેલ્લી ટેસ્ટમાં બનાવ્યો હતો મહારિકૉર્ડ... આજ સુધી કોઈ નથી તોડી શક્યું
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે તેની છેલ્લી ટેસ્ટ મેચમાં એક રેકોર્ડ બનાવ્યો હતો, જે અત્યર સુધી નથી તૂટ્યો. મેક્કુલમે ઑસ્ટ્રેલિયા સામે 54 બોલ પર સદી ફટકારી હતી. મેક્કુલમને મે 2022માં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો હતો.
ક્રિકેટ ઈતિહાસમાં 20 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ ખાસ છે. આઠ વર્ષ પહેલા એટલે કે 2016માં આ દિવસે ન્યૂઝીલેન્ડના તત્કાલિન કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે તેની છેલ્લી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. ક્રાઈસ્ટચર્ચમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી તે મેચમાં મેક્કુલમે માત્ર 54 બોલ પર સદી ફટકારી હતી, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી ઝડપી સદી હતી.
મેક્કુલમે મિસબાહ-રિચર્ડ્સને પાછળ છોડી દીધા
બ્રેન્ડન મેક્કુલમનો તે રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી. મેક્કુલમે ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સ અને પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હક દ્વારા 56 બોલ પર બનાવેલો સદીનો રેકોર્ડ તોડ્યો હતો. આ જ મેચમાં મેક્કુલમે એડમ ગિલક્રિસ્ટનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો. મેક્કુલમે તેની ટેસ્ટ કારકિર્દીમાં 107 સિક્સર ફટકારી હતી. જોકે મેક્કુલમનો સિક્સરનો રેકોર્ડ આગળ જઈને બેન સ્ટોક્સે તોડી નાખ્યો હતો. સ્ટોક્સે અત્યાર સુધી 100 ટેસ્ટ મેચમાં 128 સિક્સર ફટકારી છે.
બ્રેન્ડન મેક્કુલમે માત્ર 54 બોલમાં 16 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ફટકારી હતી. મેક્કુલમ તે ઇનિંગ્સમાં 145 રન બનાવીને આઉટ થયો હતો. જેમ્સ પેટિસને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. 145 રનની ઈનિંગમાં તેણે 21 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. જો કે, મેક્કુલમને યાદગાર વિદાય મળી ન હતી કારણ કે ઑસ્ટ્રેલિયન ટીમ તે મેચ સાત વિકેટે જીતવામાં સફળ રહી હતી.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટને નવી દિશા આપવામાં બ્રેન્ડન મેક્કુલમે મહત્વની રોલ માનવામાં આવી છે. મેક્કુલમે 2012-16 દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે પોતાની કપ્તાનીનો જલવા દેખાળ્યો. મેક્કુલમની કપ્તાની હેઠળ ન્યુઝીલેન્ડની ટીમ આક્રમક વલણ સાથે ક્રિકેટ રમવા માટે જાણીતી હતી. મેક્કુલમના નેતૃત્વમાં જ ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, 2015ના વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
'બેઝબૉલનો જનક' માનવામાં આવે છે મેક્કુલમ
મેક્કુલમને મે 2022માં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. હેડ કોચ બન્યા બાદ તેણે ઈંગ્લિશ ક્રિકેટમાં ક્રાંતિ લાવી દીધી છે. મેક્કુલમના કોચિંગ હેઠળ ઇંગ્લેન્ડની ટીમે ટેસ્ટ ફોર્મેટમાં પણ ઝડપી રમવાનું શરૂ કર્યું હતું. મેક્કુલમને 'બેઝબોલનો જનક' માનવામાં આવે છે. મેક્કુલમ તેના સમયમાં જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે તે પોતાની આક્રમક શૈલી માટે જાણીતા હતા. ત્યારે તેમનું ઉપનામ 'બેજ' હતું. તેનું નિકનેમની સાથે "બૉલ" ને જડતા ઈંગ્લેન્ડની ટીમ 'BazBall' શબ્દ સાથે આવી. એટલે કે, 'બેઝબૉલ' નું અર્થ મેક્કુલમના નિકનેમ અને તેમની રમતની શૈલીનો ઉલ્લેખ કરે છે.