સસ્તી કિમતમાં Bharat B1ના બાદ નવા B2 મોબાઈલ વાનાની તૈયારીમાં કંપની | Moneycontrol Gujarati
Get App

સસ્તી કિમતમાં Bharat B1ના બાદ નવા B2 મોબાઈલ વાનાની તૈયારીમાં કંપની

આશા છે કે તે Jio ભારત B1 ના અપગ્રેડ સાથે આવશે. ગયા વર્ષે ઑક્ટોબરમાં તેનું બેઝ મૉડલ લૉન્ચ કરવામાં આવ્યું હતું.

અપડેટેડ 03:53:22 PM Feb 19, 2024 પર
Story continues below Advertisement

Jio જલ્દી પોતાનો નવો મોબાઈલ લૉન્ચ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Jio તેના ભારત B2 હેન્ડસેટ જલ્દી ભારતમાં લાવી શકે છે. કંપનીએ આધિકારીક રીતે હવે આ નવા હેન્ડસેટને લઈને પુષ્ટિ નથી કરી. કથિત રીતે આ સ્માર્ટફૉનને એક સર્ટિફિકેશન સાઈટ પર જોવા મળ્યો હતો. હજી તેના ફિચરના વિશેમાં વધું જાણકારી નથી. તેના નામને લઈને પણ જે રિપોર્ટ આપી છે, તે માત્ર અટકળો છે.

આશા છે કે તે Jio ભારત B1 ના અપગ્રેડ સાથે આવશે. ગયા વર્ષે ઑક્ટોબરમાં તેનું બેઝ મૉડલ લૉન્ચ કરવામાં આવ્યું હતું. જૂનું મૉડલમાં 4G કનેક્ટિવિટી અને પ્રી-ઇન્સ્ટોલ યૂપીઆઈ પેમેન્ટ ફીચર સાથે આવે છે. સાથે જ બીજા ફિચર્સની વાત કરે તો તે ઘણી ભારતીય પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરે છે. કંપનીએ આ નવો સ્માર્ટફોન 2 રંગોમાં રજૂ કર્યો હતો.

91Mobiles હિન્દી વેબસાઈટ રિપોર્ટના મુજબ, નવો Jio Phoneના બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ વેબસાઈટ પર JBB121B1 મોડલ નંબરની સાથે જોવા મળ્યો છે. આ લિસ્ટિંગમાં હેન્ડસેટને લઈને જાણકારી નહીં આપી. આ સિવાય આ મોડલના નામને લઈને પણ વેબસાઈટ પર કોઈ અલગથી જાણકારી નથી. વેબસાઈટે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ફોનને Jio ભારત B2ના રૂપમાં રજૂ કરી શકે છે, જેમાં વધુ સ્પેશિફિકેશન અને આશાના અનુસાર ફિચર્સ રહેશે, જેનો ખુલાસો કંપની ભવિષ્યમાં જાહેર કરી શકે છે.


Jio Bharat B1ના ફિચર્સ

આ પહેલા કંપનીએ તેનો ભારત B1 ફીચર મોબાઈલ લૉન્ચ કર્યો હતો. તેને કંપનીએ 2.4-ઇંચની QVGA રેક્ટેન્ગુલર ડિસ્પ્લે સાથે લૉન્ચ કર્યું છે. આ મોબાઈલની રેમ 50MB અને કનેક્ટિવિટી માટે તેમાં 4G, Wi-Fi અને USB કનેક્ટિવિટી જેવા વિકલ્પો છે. ગ્રાહક તેનો સિંગલ નેનો સિમ સાથે ઉપયોગ કરી શકે છે.

Jioએ ભારત B1માં 2,000mAh બેટરી આપી હતી. કંપનીએ દાવો કર્યો છે કે તે 343 કલાક સુધીની સ્ટેન્ડબાય બેટરી લાઈફ આપી કે છે. આ સિવાય તે એક રિયર કેમેરા યુનિટ સાથે હાજર છે. એન્ટરટેનમેન્ટ માટે ફોનમાં JioCinema અને JioSaavn જેવી એપ્સ પહેલેથી જ ઉપલબ્ધ છે. આ સિવાય ગ્રાહકો તેના દ્વારા ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે. આ હેન્ડસેટ JioPay યૂઝર્સને યૂપીઆઈ લેનદેન કરવાની અનુમતિ આપે છે.

કંપનીએ આ સ્માર્ટફોનને બે રંગોમાં લૉન્ચ કર્યો હતો. એક રંગ કાળો હતો અને બીજો વિકલ્પ વાદળી રંગ હતો. Jio ભારત B1 4Gની કિંમત 1,299 રૂપિયા છે. આ ફીચર ફોન ઘણી ભારતીય ક્ષેત્રીય ભાષાઓ સહિત કુલ 23 ભાષાઓને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં 3.5mm હેડફોન જેક પણ છે. તેનું વજન 110 ગ્રામ છે અને કદ 125 mm x 52 mm x 17 mm છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 19, 2024 3:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.