Ranotsav Kutch: રણોત્સવમાં ક્રાફ્ટ સ્ટોલ બની રહ્યો છે આકર્ષણનું કેન્દ્ર, કચ્છી કારીગરોને પ્રોત્સાહન
Ranotsav Kutch: આ કલા લગભગ 200 વર્ષ કરતા વધુ સમયથી કચ્છમાં પ્રચલિત છે. અંજાર -કચ્છના ઉષાબેન અને તેમના સખી મંડળની બહેનો બાંધણી ડ્રેસ અને તેમાં મોતીકામ કરે છે. જે દેખાવે ખૂબ આકર્ષક લાગે છે.
Ranotsav Kutch: કચ્છની બાંધણી અને તેની ડિઝાઈન, રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે
Ranotsav Kutch: રણોત્સવ, ડિસેમ્બર આવે એટલે કચ્છના રણોત્સવમાં દેશ દુનિયામાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે, ત્યારે આ વખતે કચ્છી ક્રાફ્ટ સ્ટોલનું વિશેષ આયોજન કરાયું છે, જેમાં કચ્છની ટ્રેડિશનલ ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્રાફ્ટ સ્ટોલમાં કચ્છી ગોદડી, કચ્છી મોજડી, ખાટલા વર્ક, અજરખ પ્રિન્ટ જેવી કચ્છની પોપ્યુલર આર્ટને વેચાણ માટે મુકવામાં આવશે.
સફેદ રણમાં રણોત્સવ એ કચ્છની સાથે ગુજરાતની પણ ઓળખ છે. કચ્છના સફેદ રણમાં દર વર્ષે જૂદી જૂદી થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણની મુલાકાતે આવે છે. પ્રવાસીઓ માટે દર વર્ષે અહીં કંઇ ખાસ આયોજીત કરવામાં આવતું હોય છે. જેનાથી પ્રવાસીઓની સાથે કચ્છી કારીગરોને પણ નવુ પ્રોત્સાહન મળી રહે છે. રણોત્સવમાં કચ્છી કારીગરો પોતાની કલાનું પ્રદર્શન કરવા અને વેચાણ માટે વિવિધ માર્કેટ સ્ટોલ પણ લગાવતા હોય છે. જે પ્રવાસીઓ માટે આ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. રણોત્સવ અને ટેન્ટ સિટીના આનંદ સાથે લોકો અહીં ખરીદી કરીને કચ્છી સંભારણું પોતાની સાથે લઇ જાય છે.
ક્રાફ્ટ સ્ટોલમાં ઉમટી રહી છે પ્રવાસીઓની ભીડ
રણોત્સવક્રાફ્ટ સ્ટોલમાં કચ્છી ગોદડી, કચ્છી મોજડી, મિરર વર્ક, મડવર્ક, કચ્છી શાલ, મોતીકામ, અજરખ સિલ્ક, કચ્છી પર્સ, મશરૂમ સિલ્ક, ગજી સિલ્ક, શિબોરી કોટન, બાંધણી, ખાટલી વર્ક, અજરખ પ્રિન્ટ જેવી કચ્છી પ્રખ્યાત કલા કારીગરીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છી ગોદડી
રણોત્સવમાં ક્રાફ્ટ સ્ટોલમાં કચ્છી ગોદડીનું વેચાણ કરતા કરણભાઈ જણાવે છે કે આ આયોજનથી તેઓ ખુબ ખુશ છે. જેનાથી તેમની કલાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.આ ગોદડીઓ તેમની સાથે 25થી 30 લોકો સાથે મળીને તેમના ગામ ખાતે બનાવે છે. જે 2,000થી 3,500 રૂપિયા સુધીની કિંમતે વેચાઇ રહી છે. આ ગોદડીમાં ખુડી ટાંકો કરવામાં આવે છે. આ કચ્છી ગોદડી દેખાવે પણ ખૂબ સરસ લાગે છે.
કચ્છી ટ્રેડિશનલ મિરર વર્ક
ક્રાફ્ટ સ્ટોલમાં મિરર વર્કમાં મોજડીનું વેચાણ સ્ટોલ ભુજના મિરેનભાઈ ઠક્કર કરી રહ્યા છે. વિવિધ અજરખ મોજડી અને મિરર વર્ક મોજડીની કિંમત 200થી 400 રૂપિયા વચ્ચે છે. એ સિવાય મોજડીમાં ખાટલી વર્ક, મોતી વર્ક, પાયલવાળી ટ્રેડિંગ મોજડી ખૂબ ઓછી કિંમતે આ સ્ટોલમાં જોવા મળી રહી છે. મિરર વર્ક અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. કોટનમાં પણ મિરર વર્ક તમને જોવા મળશે. ભૂજોડીના પ્રેમિલાબેન અને તેમની સાથે કામ કરતી મહિલાઓએ સાથે મળીને ગજીસિલ્ક કોટન સ્કર્ટ, મિરર વર્ક કર્યું છે, જેનો સ્ટોલ આપ રણોત્સવમાં જોઈ શકશો. આ સાથે હેન્ડ વર્ક જ્વેલરી પણ જોવા મળશે.
સ્ત્રીઓ માટે ખાસ મોતિકામ અને બાંધણી ડ્રેસ
કચ્છની બાંધણી અને તેના ઉપરની ડિઝાઈન, રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. આ કલા લગભગ 200 વર્ષ કરતા વધુ સમયથી કચ્છમાં પ્રચલિત છે. અંજાર -કચ્છના ઉષાબેન અને તેમના સખી મંડળની બહેનો બાંધણી ડ્રેસ અને તેમાં મોતીકામ કરે છે. જે દેખાવે ખૂબ આકર્ષક લાગે છે. કચ્છના રણોત્સવમાં તેમના સ્ટોલમાં તમને વિવિધ બાંધણી ડ્રેસ અને મોતી કામ કરાયેલું જોવા મળશે.
કચ્છમાં બનતી કચ્છી બાંધણીની કિંમત 300 રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીની હોય છે. કચ્છી બાંધણીમાં સાડી, ડ્રેસ મટીરીયલ્સ, ચણિયાચોળી, કૂર્તી જેવી અનેક વેરાઈટી હોય છે. આ સિવાય રણોત્સવના ક્રાફ્ટ માર્કેટમાં કચ્છી પર્સ, મશરૂમ સિલ્ક વર્ક સ્કર્ટ, મડવર્ક કચ્છી કારીગરોની બનાવટો જોવા મળશે.