બુઢિયા કે બાલ એટલે કે કોટન કેન્ડી પર દિલ્હીમાં પ્રતિબંધ મૂકવાની તૈયારી, કેન્સર જોખમના અનુમાન | Moneycontrol Gujarati
Get App

બુઢિયા કે બાલ એટલે કે કોટન કેન્ડી પર દિલ્હીમાં પ્રતિબંધ મૂકવાની તૈયારી, કેન્સર જોખમના અનુમાન

Cotton candy may ban in delhi: દિલ્હીમાં પણ કૉટન કેન્ડી પર પ્રતિબંધ લાગી શકે છે. તમિલનાડુમાં પ્રતિબંધ બાદ દિલ્હીમાં તેની તપાસ કરવામાં આવશે.

અપડેટેડ 03:29:31 PM Feb 22, 2024 પર
Story continues below Advertisement

Cotton candy Ban: જો તમારા બાળકોને પણ કલરફુલ કૉટન કેન્ડી પસંદ હોય તો સાવધાન થઈ જાઓ કારણ કે રંગબેરંગી કૉટન કેન્ડી બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. બજારોમાં વાદળી, પીળી, લાલ, લીલી અને ગુલાબી રંગની કૉટન કેન્ડી ખૂબ જોવા મળશે અને એટલું જ વેચાય છે પરંતુ કૉટન કેન્ડીને રંગ આપવા માટે જે કેમિકસનો ઉપયોદ કરવામાં આવે છે તેને રોડામાઇન-બી કહેવાય છે. તે એક ડાઈ કેમિકલ હોય છે જેનું ઉપયોદ કપડાં અને ચામડાના ઈન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવે છે.

દિલ્હીમાં પ્રતિબંધની તૈયારી-

તમિલનાડુમાં પ્રતિબંધ બાદ હવે દિલ્હીમાં પણ તેની ક્વૉલિટી પર તપાસવાની યોજના બનાવવામાં આવી રહી છે.


અત્યાર સુધીની તપાસમાં માત્ર વાદળી અને ગુલાબી રંગની કૉટન કેન્ડીમાં કેમિકલ મળી આવ્યું છે, જ્યારે કૉટન કેન્ડીમાં કલર મિક્સ નહીં કરવામાં આવ્યો હતો, તેમાં કેમિકલ નથી મળ્યું.

આવી સ્થિતિમાં નૉર્મલ કૉટન કેન્ડીનું આનંદ બાળકો મજા માણી શકે છે જ્યારે, એક્સપર્ટનું કહેવું છે કે કૉટન કેન્ડીને વિવિધ રંગોમાં બદલવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ્સનો ફૂડ પ્રોડક્ટમાં ઉપયોગ થવું ચિંતાની વાત છે.

જો એક રાજ્યમાં કૉટન કેન્ડીમાં કેમિકલ મળી આવે છે, તો અન્ય સંભાવના છે કે બાકી રાજ્યોમાં પણ આવી જ છે. દિલ્હી સરકારે આના પર તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

તેના લૉન્ગ ટર્મ ઉપયોગથી કેન્સર થઈ શકે છે, જેમાં લીવરનું કેન્સર મુખ્ય છે. દિલ્હી એનસીઆરમાં રોડામાઈન બી નો ઉપયોગ સ્ટ્રીટ ફૂડમાં પણ થઈ રહ્યો છે, તેથી પૉલિસી મેકરને ધ્યાન આપવું પડશે, કારણ કે આડેધડ ઉપયોગથી કેન્સર થઈ શકે છે અને તે માસ મર્ડરથી ઓછી નથી, તેને રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 22, 2024 3:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.