Millionaires in India: ભારતમાં કરોડપતિ પરિવારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 અનુસાર, 2021માં 4.58 લાખ કરોડપતિ પરિવારો હતા, જે 2025 સુધીમાં 90%ના ઉછાળા સાથે 8.71 લાખ થઈ જશે. આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે મુંબઈ આ યાદીમાં ટોચ પર છે, જ્યાં 1.42 લાખ અમીર પરિવારો રહે છે. દિલ્હી 68,200 પરિવારો સાથે બીજા અને બેંગલુરુ 31,600 પરિવારો સાથે ત્રીજા સ્થાને છે.
રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર આગળ છે, જ્યાં 1.78 લાખ કરોડપતિ પરિવારો છે. આ રાજ્યની GSDPમાં 55%નો વધારો નોંધાયો છે. આ રિપોર્ટની સાથે મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા ઇન્ડેક્સ (MBHX) અને લક્ઝરી કન્ઝ્યુમર સર્વે 2025 પણ રજૂ કરવામાં આવ્યા છે.
કરોડપતિઓની નિવેશની પસંદગી
રિપોર્ટ અનુસાર, કરોડપતિઓ ડિજિટલ પેમેન્ટ (35% UPI એપ્સનો ઉપયોગ) પસંદ કરે છે. તેઓ સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટ અને ગોલ્ડમાં નિવેશ કરવાનું વધુ પસંદ કરે છે. રોલેક્સ, તનિષ્ક, એમિરેટ્સ અને HDFC બેન્ક તેમના મનપસંદ બ્રાન્ડ્સ છે.
હુરુન ઇન્ડિયાના ફાઉન્ડર અનાસ રહેમાન જુનૈદે જણાવ્યું કે ભારતમાં સંપત્તિનું નિર્માણ વાસ્તવિક અને ટકાઉ છે. મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાના MD અને CEO સંતોષ અય્યરે કહ્યું કે MBHX ઇન્ડેક્સ ભારતના ધનિક વર્ગની બદલાતી પસંદગીઓ અને લક્ઝરી પ્રોડક્ટ્સની ખરીદીની રીતોને દર્શાવે છે.