Pankaj Udhas Death: જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન, પુત્રીએ આપી માહિતી | Moneycontrol Gujarati
Get App

Pankaj Udhas Death: જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન, પુત્રીએ આપી માહિતી

Pankaj Udhas Death: પંકજ ઉધાસની પુત્રી નાયાબ ઉધાસે સિંગરના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા. આ સમાચાર સામે આવતા જ મ્યૂઝિક તેમજ બોલીવુડ જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 07:20:15 PM Feb 26, 2024 પર
Story continues below Advertisement
પંકજ ઉધાસની મ્યૂઝિકલ કરિયરની શરુઆત તેઓ જ્યારે 6 વર્ષના હતા ત્યારથી જ થઈ ગઈ હતી.

Pankaj Udhas Death: એન્ટરટેઈનમેન્ટ જગતથી ઘણાં જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લેજેન્ડરી ગાયક પંકજ ઉધાસનું નિધન થઈ ગયું છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. પંકજની પુત્રી નાયાબ ઉધાસે સિંગરના મૃત્યુના સમાચાર શેર કર્યા. પોસ્ટમાં તેમણે લખ્યું- ઘણાં જ દુઃખની સાથે અમારે તમને એ જણાવવું પડી રહ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી, 2024નાં રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 10 દિવસ પહેલાં જ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે.

પંકજ ઉધાસ લાંબા સમયથી હતા બિમાર

પંકજ ઉધાસના પીઆરે જણાવ્યું કે, સિંગરનું નિધન 26 ફેબ્રુઆરીની સવારે લગભગ 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયું. તેયઓ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લાં ઘણાં દિવસથી તેમનું સ્વાસ્થ્ય ઠીક ન હતું. સિંગરના સમાચાર સામે આવતા જ મ્યૂઝિક જગતમાં માતમ જોવા મળી રહ્યો છે. પંકજ જેવા ગઝલ ગાયક દુનિયાને છોડી જતા તેમના ફેન્સ ગમગીન થઈ ગયા છે. દરેક લોકો સોશિયલ મીડિયા પર સિંગરને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.


નાનપણથી જ શરુ થઈ હતી મ્યુઝિકલ સફર

પંકજ ઉધાસની મ્યૂઝિકલ કરિયરની શરુઆત તેઓ જ્યારે 6 વર્ષના હતા ત્યારથી જ થઈ ગઈ હતી. તેમના ઘરમાં સંગીતમય વાતાવરણ હતું. તે જોતાં જ તેઓ પણ સંગીતની દુનિયામાં આવ્યા. પંકજ ઉધાસે જણાવ્યું હતું કે- સંગીતનું પહેલું એક્સપોઝર સ્કૂલમાં પ્રાર્થના કરવાથી શરુ થયું હતું. તેમણે સંગીતની શરુઆત સ્કૂલમાં થનારી પ્રેયરથી કરી હતી.

1980માં તેમણું પહેલું આલ્બમ 'આહટ' આવ્યું હતું. જેમાં અનેક ગઝલ તેમણે ગાઈ હતી. પંકજ ઉધાસ પોતાની ગઝલ ગાયિકી માટે ફેમસ થયા હતા. તેમના પ્રખ્યાત ગીતોમાં-જીએ તો જીએ કૈસે બિન આપકે, ચિઠ્ઠી આઈ હૈ, ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ, ના કજરે કી ધાર, ના મોતિયોં કે હાર...સામેલ છે.

આ પણ વાંચો-BrahMos Indian Navy: બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલથી વધશે નેવીની તાકાત, કેબિનેટે 19 હજાર કરોડ રૂપિયાના સોદાને આપી મંજૂરી

MoneyControl News

MoneyControl News

First Published: Feb 26, 2024 7:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.