Flipkart News: ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટના ફાઉન્ડર બિન્ની બંસલે બોર્ડમાંથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ? | Moneycontrol Gujarati
Get App

Flipkart News: ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટના ફાઉન્ડર બિન્ની બંસલે બોર્ડમાંથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ?

બિન્ની બંસલે ઓપડૂર (OppDoor) નામથી એક નવું ઈ-કૉમર્સ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જે બિઝનેસ બેસ્ડ સૉફ્ટવેર સર્વિસ પ્લેટફૉર્મ છે. સ્ટાર્ટઅપને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઉભરતા ઈ-કૉમર્સ બ્રાન્ડ્સના વૈશ્વિક સ્તર પર વિસ્તરણ કરવામાં મદદ કરશે.

અપડેટેડ 04:00:15 PM Jan 27, 2024 પર
Story continues below Advertisement

દેશના પ્રખ્યાત ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ ફ્લિપકાર્ટને બિન્ની બંસલે અલવિદા કહી દીધું છે. ઈકોનૉમિક ટાઈમ્સના રિપોર્ટના અનુસાર, ઈન્ટરપ્રેન્યોરે તેના ઈ-કૉમર્સ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે, જેની સ્થાપના તેણે 2007માં સચિન બંસલ સાથે કરી હતી. બિન્ની બંસલ હાલમાં સિંગાપોરમાં છે. તેમના ઈ-કૉમર્સ સેક્ટરમાં તેમના નવા વેન્ચરની સાથેના સંઘર્ષના હવાલા આપતા આ સપ્તાહની શરૂઆતમાં બોર્ડે તેમના રાજીનામાના વિશેમાં જાણ કરી હતી.

ઈટીના મુજબ, બિન્ની બંસલે ઓરડૂર (OppDoor) નામનું નવું ઈ-કૉમર્સ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જે બિઝનેસ બેસ્ડ સૉફ્ટવેર સર્વિસ પ્લેટફૉર્મ છે. સ્ટાર્ટઅપને લઈને દાવા કરવામાં આવ્યો છે કે તે ઉભરતી ઈ-કૉમર્સ બ્રાન્ડ્સને વૈશ્વિક સ્તર પર વિસ્તરણ કરવામાં મદદ કરશે. તે ઈ-કોમર્સ કંપનીઓને ડિઝાઇન, પ્રોડક્ટ, હ્યૂમન રિસોર્સ અને અન્ય બેન્કએન્ડ સહાયતા પ્રદબાન કરશે જે એમેઝોન અને અન્ય જેવા ટૉપ પ્લેટફોર્મના નેટવર્કનો ફાયદો લઈને અન્ય સેક્ટર્સમાં વિસ્તરણ કરવા માંગી રગ્યા છે. OppDoor શરૂઆતમાં અમેરિકી, કેનેડા, મેક્સિકો, યુનાઇટેડ કિંગડમ, જર્મની, સિંગાપોર, જાપાન અને ઑસ્ટ્રેલિયાની ઈ-કૉમર્સ કંપનીઓ પર ફોકસ કરશે.

રાજીનામા બાદ શું કહ્યું બિન્ની?


રાજીનામું આપ્યા બાદ બિન્ની બંસલે કહ્યું, "મને છેલ્લા 16 વર્ષોમાં ફ્લિપકાર્ટ ગ્રૂપની ઉપલબ્ધિયો પર ગર્વ છે. ફ્લિપકાર્ટ એક મજબૂત સ્થિતિમાં છે. હું જાણું છું કે કંપની એક મજબૂત હાથમાં છે. આ વિશ્વાસ સાથે જ મેં કંપની છોડવાનો નિર્ણય કર્યો છે."

ફ્લિપકાર્ટના સીઈઓ અને બોર્ડ મેમ્બર કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લાં ઘણાં વર્ષોમાં બિન્નીની ભાગીદારી માટે આભારી છીએ, કારણ કે ફ્લિપકાર્ટ ગ્રુપ વિકસિત થયો છે અને નવા વ્યવસાયના વિશેમાં તેમની આંતરદૃષ્ટિ અને ઊંડા વિશેષજ્ઞતા બોર્ડ અને કંપનીના માટે અમૂલ્ય છે.

કંપનીના શરૂઆતી રોકાણકારો માંથી એક એક્સેલની સાથે બિન્ની બંસલ અને અમેરિકા સ્તિથ ટારગેટ ગ્લોબલ મેનેજમેન્ટ ગયા વર્ષ ઑગસ્ટમાં વૉલમાર્ટને તેની ભાગીદારી વેચીને ઈ-કૉમર્સ કંપનીથી સંપૂર્ણ રીતે બહાર નિરળી ગયા હતા. રિપોર્ટના અનુસાર, બિન્નીએ શરૂઆતથી જ કંપનીમાં પોતાની ભાગીધારીથી 1-1.5 અરબ ડૉલરની કમાણી કરી છે. બિન્ની બંસલ ફોનપેના બોર્ડમાં પણ શામેલ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 27, 2024 4:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.