Arattai app: ભારતીય મેસેજિંગ એપ Arattai આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં એક મોટી ખબર આવી છે કે જાણીતા બિઝનેસમેન આનંદ મહેિન્દ્રાએ આ એપને પોતાના ફોનમાં ડાઉનલોડ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, "Downloaded Arattai…with pride." આ પગલાથી એપના સ્થાપક શ્રીધર વેમ્બુને નવી ઉર્જા મળી છે.
શ્રીધર વેમ્બુએ તેના જવાબમાં કહ્યું કે આનંદ મહેંદ્રાનો આ સપોર્ટ તેમની ટીમને વધુ મજબૂત બનાવે છે. તેમણે લખ્યું, "Thank you, Anand Mahindra, this gives us even more determination." તેઓ તે સમયે તેંકાસી ઓફિસમાં Arattaiના એન્જિનિયર્સ સાથે એપમાં સુધારા કરવા પર કામ કરતા હતા, જ્યારે એક સાથીએ આ પોસ્ટ વિશે જણાવ્યું. આનંદ મહિન્દ્રાએ તેના પર પ્રતિસાદ આપતાં કહ્યું, "We’re cheering for you, Sridhar Vembu." આથી સ્પષ્ટ થાય છે કે આ સ્વદેશી પહેલને તેઓ પૂરી રીતે સમર્થન આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ ખબરને ખૂબ જ પસંદગી મળી છે. ઘણા યુઝર્સે Arattaiની વિશેષતાઓની પ્રશંસા કરી છે અને તેને વોટ્સએપ જેવા એપ્સ કરતાં પ્રાઇવસીની દૃષ્ટિએ વધુ સારું ગણાવી છે. એક યુઝર્સે 3 મુખ્ય ફીચર્સ ગણાવ્યા..
સિગ્નલ-લેવલ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, ડિસએપિયરિંગ મેસેજ અને ચેટ સ્ક્રીનશોટને બ્લોક કરવાની સુવિધા. શ્રીધર વેમ્બુએ આ પર કહ્યું કે તેમનો મુખ્ય ધ્યેય પ્રાઇવસી જાળવવાનો છે અને તેઓ કોઈ પણ એવું વ્યવસાયિક મોડલ અપનાવશે નહીં જે તેને જોખમમાં મૂકે.