ભારતમાં ડ્રાયફ્રુટ ઉદ્યોગમાં ગુજરાત હવે અગ્રેસર બની રહ્યુ છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમા ડ્રાયફ્રુટના વપરાશમાં 5 થી વધી 20 ટકા થયો છે. ગુજરાતમાં કાજુ પ્રોસેસિંગ એકમોમા વધારો થયો છે. જેમાં 400 એકમોમાંથી સૌથી વધુ એકમો અમદાવાદમાં છે. આફ્રિકન દેશોમાંથી આયાત કરીને કાચા કાજુ પર ગુજરાતમાં પ્રક્રિયા કરીને તૈયાર કરાય છે. ત્યારબાદ તેનુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ થાય છે.
હાલ ડ્રાયફ્રુટ ઉદ્યોગમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત મોખરાનુ સ્થાન ધરાવે છે. ડ્રાયફ્રુડનો વિકાસશીલ ઉદ્યોગમાં ગુજરાત અગ્રેસર થઈ રહ્યું છે. એમાં પણ વન ટેકસ વન નેશન નો ફાયદો ગુજરાતને વધારે થઈ થયો છે. આગામી સમયમાં પ્રોસેસિંગ એકમોમાં વધારો થશે તો ગુજરાત ડ્રાયફ્રુટ ઉદ્યોગમાં અગ્રીમ સ્થાન ધરાવશે.
શિયાળામાં મોટાભાગે ડ્રાયફ્રુટ્સમાંથી ઘણી બઘી વસ્તુઓ બને છે, જેને લઈને હાલ ડ્રાયફ્રુટ્સ બજારમાં સૌથી વધારે તેજી છે અને આ તેજી છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધારે જોવા મળી રહી છે. મોટાભાગે લોકો હવે ડ્રાયફ્રુટ્સમાંથી બનેલી વસ્તુઓને વધારે પસંદ કરી રહ્યા છે.
અમદાવાદના વેપારીઓ પણ ગુજરાત ડ્રાયફ્રુટ બિઝનેસમાં આગળ વધે તેવા પ્રયાસો કરી રહ્યા છે જેને લઈને નવા નવા પ્રોસેસિંગ યુનિટ જલ્દીથી તૈયાર થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. આગામી સમયમાં પ્રોસેસિંગ યુનિટ વધશે તો સમગ્ર ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય બની જશે જે ડ્રાયફ્રુટ માર્કેટનો બાદશાહ ગણાશે.