Gujarat Weather: આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા | Moneycontrol Gujarati
Get App

Gujarat Weather: આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા

ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર પલટાના કારણે ઠંડીમાં વઘઘટ થઇ રહી છે. ડિસેમ્બર પુરો થયો અને જાન્યુઆરીનો એક સપ્તાહ વિતી ગયુ તેમ છતા પણ કોલ્ડવેવની આગાહી આવી નથી.

અપડેટેડ 04:06:11 PM Jan 06, 2024 પર
Story continues below Advertisement

Gujarat Weather: ગુજરાત રાજ્યમા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનનું જોર વધુ હોવાથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. અને ભેજનું પ્રમાણ પણ વધશે જેના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે દેશના ઉત્તરી પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને કમોસમી વરસાદ થશે. 8 થી 10 જાન્યુઆરીના રોજ જમ્મુ કાશ્મીર, હરિયાણા, રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગો, ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે.

કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે થંડર સ્ટ્રોમ અને કરા પડવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં અરબ સાગરમી હલચલના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.


અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે, 8થી 10 જાન્યુઆરીમાં મધ્યમ ગુજરાતમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી તાપમાન પહોચી જશે. મહત્તમ તાપમાન 30થી 31 ડિગ્રી થઇ જશે. જેથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગશે. 11 જાન્યુઆરીથી ફરી ઠંડીનો ચમકારો આવશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતમાં ઠંડી અનુભવાશે. અરબી સમુદ્રનો ભેજ, વેસ્ટન ડિસ્ટર્બન્સ આ બધી ગતીવિધીના કારણે ભારત દેશના કેટલાક ભાગમાં હવામાન પલટાવવાની શક્યતા રહેશે.

ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર પલટાના કારણે ઠંડીમાં વઘઘટ થઇ રહી છે. ડિસેમ્બર પુરો થયો અને જાન્યુઆરીનો એક સપ્તાહ વિતી ગયુ તેમ છતા પણ કોલ્ડવેવની આગાહી આવી નથી. અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી નીચુ ગયુ. જોકે છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થય રહ્યો છે. પરંતુ ફરી 8 થી 10 જાન્યુઆરીના વાતાવરણ પલટો આવશે અને ઠંડીનુ જોર ઘટી જશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 06, 2024 4:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.