Vande Bharat Sleeper Train: વંદે ભારત ટ્રેનમાં સૂઈને સફર કરો પૂર્ણ, 2024 સુધીમાં સ્લીપર કોચ લાવવાની તૈયારીમાં ભારતીય રેલવે
Vande Bharat Sleeper Train: વંદે ભારત સ્લીપર ટ્રેનમાં એસી અને નૉન-એસી કોચ બન્ને સામેલ હશે. દરેક ટ્રેનમાં કુલ લગભગ 16 થી 20 કોચ થવાના છે. આ ટ્રેનો રાતોરાત મુસાફરી માટે તૈયાર કરવામાં આવી રહી છે.
Vande Bharat Sleeper Train: વંદે ભારત ટ્રેનોમાં જલ્દી સ્લીપર કોચ પણ ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે. લોકોની મુસાફરીને વધુ સુલભ બનાવવા માટે ભારતીય રેલ્વે માર્ચ 2024 સુધીમાં વંદે ભારત ટ્રેનોમાં સ્લીપર કોચ શરૂ કરવા જઈ રહી છે. આ પગલાથી દેશભરના લાંબા અંતરને આરામ અને સગવડતા સાથે પૂરી કરી શકો છો. આ યોજના હેઠળ માર્ચ 2024 સુધીમાં 10 વંદે ભારત સ્લીપર ક્લાસ ટ્રેનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સ્લીપર ટ્રેનો માટે શરૂઆતી રૂટમાં ટ્રાયલ રન પણ કરવામાં આવશે. દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટ પર આ ટ્રાયલ રન એપ્રિલમાં શરૂ થવાની આશા છે.
40,000 રેલવે ડબ્બાઓને વંદે ભારતની જેવી અપડેટ કરવાની તૈયારી
આ જાહેરાત 1 ફેબ્રુઆરી 2024એ વચગાળાના બજેટને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મુસાફરોની સુરક્ષા અને આરામની સુવિધાઓ આપવાની વાત કરી હતી. નાણામંત્રીના અનુસાર, 40,000 સામાન્ય રેલ્વે ડબ્બાઓને વંદે ભારત માનકો પર અપગ્રેડ કરવાની સરકાર મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી રહી છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનો કરવામાં આવી રહી છે તૈયાર
લાઈવ મિન્ટના રિપોર્ટના અનુસાર, વંદે ભારત કાફલા માટે સ્લીપર ટ્રેનોને સાવધાનીપૂર્વક તૈયાર કરવામાં આવી રહી છે. આ ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ દ્વારા મુસાફરીનો સમય ઘટાડીને અને સુવિધા જોઈને ક્રાંતિકારી ફેરફારો લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમ કરવાથી લોકોને પ્રેખ્યાત રાજધાની ટ્રેનોની સ્પીડ અને આરામ કરતાં વધુ સુવિધા વંદે ભારત ટ્રેનમાં આપવામાં આવશે.
એસી અને નૉન એસી બન્ને કોચ સામેલ હશે
આગામી વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં સ્લીપિંગ બર્થનું મિશ્રણ હશે. જેમાં એસી કોચ અને નૉન-એસી કોચ બંને સામેલ હશે. દરેક ટ્રેનમાં કુલ મળીને લગભગ 16 થી 20 કોચ હશે. મુખ્ય રૂપથી તેઓ રાતોરાત મુસાફરી માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ ટ્રેનોના લોકોને મુસાફરી કરતા દરમિયાન સારામ આપે છે. સાથે જ અલગ-અલગ સુવિધાઓ આપવા માટે તેમણે ડિઝાઈન કરી રહી છે.
ભારતીય રેલ્વેના એક અધિકારીએ આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે, "સ્લીપર વંદે ભારત ટ્રેન રાતોરાત મુસાફરીના રૂટ પર દોડશે. તેનો પહેલો રૂટ દિલ્હી-મુંબઈ અથવા દિલ્હી-હાવડા માંથી કોઈ એક પર રહેશે. અમારું લક્ષ્ય છે કે એપ્રિલ સુધી તેને ચાલૂ કરવામાં આવે." અધિકારીએ વંદે ભારત સ્લીપર કોચની દક્ષતા પર ભાર આપતા કહ્યું છે કે ટ્રેનમાં મુસાફરીનો સમય બે કલાક ઓછો થવાની આશા છે.