Kawasaki એ તેની મિડલવેટ નિયો-રેટ્રો મોટરસાઇકલ Z650RSનું અપડેટેડ વર્ઝનને લૉન્ચ કર્યું છે. કંપનીએ આ બાઇકમાં મેકેનિકલી કોઈ બદલાવ નથી કરી. નવા અપડેટેડ વર્ઝનની કિંમત જૂના Z650RS કરતાં 7 હજાર રૂપિયા વધુ છે. Kawasaki ની આ બાઇકમાં બે લેવલ ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ હાજર છે.
Kawasaki Z650RS નાના, સપાટ ટેલ સેક્શન અને આકર્ષક સ્પોક-વ્હીલની સાથે આવે છે. મિક્સ્ડ અલૉયથી તૈયાર થયા આ વ્હીલ્સ આધુનિક-ક્લાસિક ડિઝાઇન જાળવી રાખે છે. તેની ડિઝાઇન પર નજર કરીએ તો તેમાં ગ્રાહકોને એક ગોલ હેડલેન્પ અને સ્વેપ્ટ ટેલ લેન્પની સાથે ઑલ-એલઈડી લાઈટિંગ મળશે.
આ બાઇકમાં કંપનીએ સસ્પેન્સન ડ્યૂટીને એક ટેલીસ્કોપિક ફોર્ક અને એક મોનોશૉકથી કંટ્રોલ કર્યા છે. બ્રેકિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો તેમાં સામેની તરફ ડ્યુઅલ 286 મિમી ડિસ્ક અને પાછળની તરફ એક 172 મિમી ડિસ્ક છે.
મોટરસાઇકલમાં કંપનીએ 800 મિમી ઉચાઈ વાળી સીટ આપી છે. આ સીટ ઘણી આરામદાયક અને બેસવા યોગ્ય છે. જો આ બાઇકના ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો તે માત્ર 125 મિમી છે. તેની અન્ય વિશેષતાઓ પર નજર કરીએ તો કંપનીએ સેન્ટરમાં ઈન્ટેગ્રેટેડ એલસીડી સક્રીનની સાથે ટ્વીન-પૉડ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ટ્રેક્શન કંટ્રોલના બે લેવલ આપ્યું છે. પહેલા લેવલને અટેકિંગ રાઈડનો અનુભવ આપશે, જ્યારે બીજું લેવલ ખરાબ સ્થિતિમાં રાઈડરને મદદ કરશે.