Lok Sabha Election 2024: જ્યાં સુધી કોંગ્રેસમાં જડમૂળથી ફેરફારો નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં ફરી ગુજરાતીઓનો ભરોસો જીતવો એ અઘરો છે. દિલ્હી હાઈકમાન્ડ આ સારી રીતે જાણે છે પણ એમની પાસે પણ કોઈ વિકલ્પ નથી. એટલે જ ગુજરાતની ચૂંટણીમાં હાઈકમાન સતત નિષ્ક્રીય રહ્યું અને હવે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવાના મૂડમાં દિલ્હી હાઈકમાંડ લાગી રહ્યું છે.