ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ દેશવાસીઓને આગળ વધવાની પ્રેરણા આપશે. આ સિવાય, ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે જયપુરથી ભારત બે દિવસીય યાત્રા શરૂ કરશે. પીએમ નરેન્દ્ર મોદી પણ મેક્રોનનું સ્વાગત કરવા જયપુર પહોંચશે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બ્રજ ક્ષેત્ર માટે 20,435 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ભેટ આપીની સાથે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સંબોધિત કરશે રાષ્ટ્રપતિ મુર્મુ
આજથી ભારતની બે દિવસીય યાત્રા પર ઈમેન્યુઅલ મેક્રોન
ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે જયપુરથી ભારતની તેમની બે દિવસીય યાત્રા શરૂ કરશે. પીએમ નરેન્દ્ર મોદી પણ મેક્રોનનું સ્વાગત કરવા જયપુર પહોંચશે. હોટલ તાજ રામબાગ પેલેસમાં બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. બન્ને નેતાઓ સંરક્ષણ, સુરક્ષા, વેપાર, જળવાયુ પરિવર્તન, સ્વચ્છ ઉર્જા અને વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે વિઝા સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરશે. આ સિવાય મોદી અને મેક્રોન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ વધારવા, લાલ સમુદ્રની સ્થિતિ, હમાસ-ઈઝરાયેલ સંઘર્ષ અને યુક્રેનમાં યુદ્ધ પર પણ ચર્ચા કરવાની આશા છે
પીએમ આજે બુલંદશહેરથી ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બ્રજ ક્ષેત્ર માટે 20,435 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ભેટ આપાવી સાથે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પીએમ મોદી યુપીના બુલંદશહેરના સિખેડા ગામમાં ચાંદમારી મેદાનમાં બપોરે 2 વાગે જનસભાને પણ સંબોધિત કરશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના બાદ તે મોદીની પહેલી સભા છે. આ પહેલા, રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસર પર પીએમ મોદી દેશભરના યુવા મતદારોને સંબોધિત કરશે. દેશના પાંચ હજાર સ્થળોએથી યુવા મતદારો વર્ચ્યુઅલ રીતે પીએમ સાથે જોડાશે.