NHAIને મળ્યો નવો આદેશ: હવે દરેક હાઇવે પ્રોજેક્ટનો વીડિયો YouTube પર કરવો જ પડશે અપલોડ !
Highway Projects YouTube Videos: NHAI અને હાઇવે ડેવલપર્સે હવે દરેક પ્રોજેક્ટનો વીડિયો YouTube પર અપલોડ કરવો પડશે. નીતિન ગડકરીના આદેશથી પારદર્શિતા વધશે, જાણો QR કોડ હોર્ડિંગની નવી વાત.
ગડકરીએ અધિકારીઓને સખત સૂચના આપી કે, “જો રસ્તાની હાલત ખરાબ હોય અને લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરતા હોય, તો તેને અવગણવું નહીં. તુરંત કાર્યવાહી કરો.”
Highway Projects YouTube Videos: ભારતના રસ્તાઓ હવે ડિજિટલ દુનિયામાં પણ દેખાશે. સડક પરિવહન મંત્રાલયે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને તમામ હાઇવે ડેવલપર્સને મોટો આદેશ આપ્યો છે. હવે દરેક પ્રોજેક્ટની પ્રગતિનો વીડિયો નિયમિત રીતે YouTube પર અપલોડ કરવો જરૂરી બનશે. આનાથી લોકોને રીઅલ ટાઇમમાં રસ્તાની હાલત જોવા મળશે અને તેઓ પોતાની ફરિયાદ કે સૂચન સીધા આપી શકશે.
એક અહેવાલ મુજબ, સડક પરિવહન સચિવ વી. ઉમાશંકરે મંગળવારે આ નિર્દેશ જાહેર કર્યો. તેમણે કહ્યું કે, “અત્યાર સુધી અમને ઘણી વખત યુટ્યુબર્સના વીડિયોમાંથી જ રસ્તાની સમસ્યાઓની જાણકારી મળતી હતી. હવે NHAI પોતે આ કામ કરશે.” તેમણે એવું પણ કહ્યું કે વીડિયો અપલોડ કરવાને પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટનો ભાગ બનાવવામાં આવશે.
ડ્રોનથી લેવાયેલા વીડિયો જ પબ્લિક થશે
અધિકારીઓએ જણાવ્યું કે, હાલમાં ડેવલપર્સને બાંધકામ દરમિયાન ડ્રોનથી શૂટ કરેલા વીડિયો સબમિટ કરવા પડે છે. આ જ વીડિયો હવે YouTube પર મૂકવાથી કોઈ મુશ્કેલી નહીં આવે. આનાથી લોકોને રસ્તાની પ્રગતિ સીધી જોવા મળશે.
QR કોડ હોર્ડિંગની નવી વ્યવસ્થા
સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ આ કાર્યક્રમમાં મહત્વની જાહેરાત કરી. હવે દરેક હાઇવે પર QR કોડવાળા હોર્ડિંગ લગાવવામાં આવશે. આને સ્કેન કરતાં જ ખબર પડશે કે,
- કઈ કંપનીએ રસ્તો બનાવ્યો છે,
- કયા અધિકારી જવાબદાર છે,
- તેમની સાથે કેવી રીતે સંપર્ક કરવો.
ગડકરીએ અધિકારીઓને સખત સૂચના આપી કે, “જો રસ્તાની હાલત ખરાબ હોય અને લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરતા હોય, તો તેને અવગણવું નહીં. તુરંત કાર્યવાહી કરો.”
રસ્તા માત્ર બનવા નહીં, ટકવા પણ જોઈએ
ગડકરીએ કહ્યું કે, રસ્તા બાંધકામમાં પૂરી ઈમાનદારી અને જવાબદારી જરૂરી છે. રસ્તા ફક્ત સારા બનવા જોઈએ એટલું નહીં, લાંબા સમય સુધી સારા રહેવા પણ જોઈએ. આ નવી વ્યવસ્થા ડિજિટલ પારદર્શિતાનો નવો દાખલો બનશે અને લોકોની ભાગીદારીને પણ વધારશે.