Whatsapp Chatbot: માત્ર ચેટિંગ કે કોલિંગ જ નહીં, DL, પાન કાર્ડ અને સહિત અન્ય ઘણા કામો માટે WhatsAppનો થાય છે ઉપયોગ
Whatsapp Chatbot: વોટ્સએપની પોપ્યુલારીટી કોઈનાથી છુપી નથી. આજે અમે તમને WhatsApp પર ઉપલબ્ધ કેટલાક ખાસ ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે WhatsApp પર મેટ્રો ટિકિટ, વીજળીનું બિલ અને PAN અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આ સેવા WhatsApp પર બિલકુલ ફ્રી છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
Whatsapp Chatbot: વોટ્સએપ દ્વારા તમે અનેક કામો કરી શકો છો.
Whatsapp Chatbot: વોટ્સએપની પોપ્યુલારીટી કોઈનાથી છુપી નથી. ભારતમાં તેના કરોડો યુઝર્સ છે અને ઘણી સરકારી તેમજ ખાનગી કંપનીઓ તેનો લાભ લે છે. આજે અમે તમને કેટલીક એવી સેવાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી યૂઝર્સ સરળતાથી મોબાઈલ પર મેટ્રો ટિકિટ ખરીદી શકે છે.
ઘરે અથવા ગમે ત્યાં, તમે WhatsApp પર બિલ, મેટ્રો ટિકિટ અથવા PAN ની નકલ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સરળતાથી મેળવી શકો છો. વાસ્તવમાં, વોટ્સએપ પર ઘણા સરકારી ચેટબોટ્સ ઉપલબ્ધ છે, જે યુઝર્સને વિવિધ સુવિધાઓ પ્રોવાઇડ કરે છે.
ચાલો મેટ્રો ટિકિટ બુકિંગ સાથે શરૂ કરીએ. વાસ્તવમાં, દિલ્હી મેટ્રો દ્વારા પહેલેથી જ એક સુવિધા બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા યુઝર્સ સરળતાથી WhatsApp પર જ ટિકિટ ખરીદી શકે છે.
WhatsApp દ્વારા મેટ્રો ટિકિટ કેવી રીતે બુક કરવી?
WhatsApp પર મેટ્રો ટિકિટ બુક કરવા માટે, સૌથી પહેલા +91 9650855800 નંબર પર Hi મોકલો. આ પછી તમારી ભાષા પસંદ કરો, તે પછી બાય ટિકિટનો વિકલ્પ પસંદ કરો. ત્યારપછી એક નવો મેસેજ આવશે, જેના પર ક્લિક કરતાં એક નવી વિન્ડો ખુલશે, જેમાં યુઝર્સે તેમના સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે. આમાં સોર્સ અને ડેસ્ટિનેશન સ્ટેશન પસંદ કરવાનું રહેશે.
વધુમાં વધુ 6 ટિકિટ લઈ શકાશે
આ પછી યુઝર્સને 1 ટિકિટની રકમ જોવા મળશે. ધ્યાનમાં રાખો કે WhatsAppની મદદથી તમે વધુમાં વધુ 6 ટિકિટ ખરીદી શકો છો. આ પછી કુલ રકમ નીચે દેખાશે જે તમારે ચૂકવવાની રહેશે. ચુકવણી કર્યા પછી, તમને ટિકિટ મેસેજ મળશે, જેને સ્કેન કરીને તમે મેટ્રોમાં પ્રવેશી અને બહાર નીકળી શકશો.
વોટ્સએપ પર ઓનલાઈન વીજળી બિલ મળશે
જો વોટ્સએપ યુઝર્સ ઈચ્છે તો તેઓ સરળતાથી વીજળીનું બિલ જોઈ શકે છે. આ ફાઈલ પીડીએફ સ્વરૂપે ચેટમાં આવે છે. વાસ્તવમાં, દિલ્હી હોય કે અમદાવાદ કે અન્ય કોઈ રાજ્ય, લોકો સરળતાથી વીજળીનું બિલ મેળવી શકે છે.
આ માટે તમારે તમારા રાજ્ય અથવા વીજળી પ્રોવાઇડરનું નામ જાણવું પડશે. આ પછી, તમારે તેના પ્રોવાઇડ કરેલ નંબર પર એક મેસેજ મોકલવો પડશે, જે તેના સત્તાવાર પેજ પર આસાનીથી મળી જશે. દરેક રાજ્ય અને પ્રદેશની પ્રક્રિયા અલગ-અલગ હોય છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ વોટ્સએપ પર ઉપલબ્ધ થશે
વોટ્સએપ યુઝર્સ તેમની ચેટ પર લાઇસન્સ, પાન કાર્ડ અને કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ સરળતાથી એક્સેસ કરી શકે છે. આ માટે તમારે +91 9013151515 પર નમસ્તે, Hi અથવા Digilocker મોકલવાનું રહેશે. આ પછી યુઝર્સને ત્યાંથી મેસેજ મળશે. આ પ્રક્રિયામાં યુઝર્સને તેમનો આધાર નંબર આપવો પડશે. આ પછી OTP આપીને માહિતી કન્ફર્મ કરવાની રહેશે.
આ પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ પસંદ કરવાનું રહેશે. ત્યારપછી લાયસન્સની પીડીએફ ફાઈલ Govt On WhatsAppની ચેટ પર દેખાશે, જેને ડાઉનલોડ કરીને ઓપન કરી શકાય છે. આ પ્રક્રિયાની મદદથી યુઝર્સ પાન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકે છે. આ માટે તમારે તેને પહેલા તમારા ડિજી લોકરમાં અપલોડ કરવું પડશે.