Lakshadweep flights: PM નરેન્દ્ર મોદી જ્યારથી લક્ષદ્વીપની મુલાકાત લઈને પરત ફર્યા છે ત્યારથી આ જગ્યા ખુબ જ ચર્ચામાં છે. પોતાની સુંદરતા માટે દેશ અને દુનિયામાં પોપ્યુલર, લક્ષદ્વીપ હવે લોકોની ટ્રાવેલ વિશલિસ્ટનો એક ભાગ બની ગયું છે. કેટલાક લોકોએ ત્યાં જવા માટે ટિકિટ બુક કરાવવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં, જો તમે પણ લક્ષદ્વીપ જવા માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો, તો ચોક્કસપણે Paytmની આ ઓફર વિશે જાણો.
Paytm લક્ષદ્વીપની ટિકિટ પર આપી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
આ લાભ મેળવવા માટે, તમારી ટિકિટ બુકિંગ રકમ ઓછામાં ઓછી 3,000 રૂપિયા હોવી જોઈએ. આ ઓફર એક મહિના માટે છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે એકવાર ફ્લાઇટ બુક થઈ જાય અને પછી તે કેન્સલ થઈ જાય, તો તમે આ ઑફરનો લાભ લેવા માટે પાત્ર નહીં રહેશો.
Paytm ફ્લાઇટ ટિકિટ માટે શ્રેષ્ઠ ભાવની ખાતરી આપે છે. તે 'ફ્રી કેન્સલેશન' સુવિધા પણ આપે છે, જેનો અર્થ થાય છે કે યુઝર્સ કોઈપણ કેન્સલેશન શુલ્ક વિના ટિકિટ કેન્સલ કરી શકે છે અથવા મુસાફરીની તારીખ બદલી શકે છે.
લક્ષદ્વીપને લઈને લોકોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તેનાથી ટ્રાવેલ કંપનીઓને નવી યોજનાઓ બનાવવાની ફરજ પડી છે. ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ EaseMyTrip એ તાજેતરમાં માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ #ChaloLakshadweep હેશટેગ સાથે લક્ષદ્વીપની મુલાકાત લેવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું.