PM Modi Youtube: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી વિશ્વના પહેલા એવા નેતા બની ગયા છે જેમની યુટ્યુબ ચેનલ પર 20 મિલિયન સબસ્ક્રાઈબર છે. તેને સરળ શબ્દોમાં સમજવા માટે, પીએમ મોદીની યુટ્યુબ ચેનલ સાથે 2 કરોડથી વધુ યુઝર્સ જોડાયા છે. પીએમ મોદીની ચેનલને યુટ્યુબ પર રેકોર્ડ 450 કરોડ વીડિયો વ્યુઝ મળ્યા છે. પીએમ મોદી યુટ્યુબ પર 2 કરોડ સબસ્ક્રાઇબર્સ મેળવનાર ભારતના જ નહીં પરંતુ વિશ્વના પ્રથમ રાજનેતા બની ગયા છે.
PMની 'નરેન્દ્ર મોદી યુટ્યુબ ચેનલ' વ્યુઝ અને સબસ્ક્રાઈબર્સના મામલામાં વિશ્વના નેતાઓની યુટ્યુબ ચેનલોને પાછળ છોડી ગઈ છે. આપને જણાવી દઈએ કે પીએમ મોદી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત એક્ટિવ રહે છે. આ એક મોટું કારણ છે કે તેના ઓનલાઈન ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.
4.5 બિલિયન (450 કરોડ) વિડિયો વ્યુઝ સાથે, પીએમ નરેન્દ્ર મોદીની ચેનલ સબસ્ક્રાઇબર્સ, વીડિયો વ્યૂઝ અને યુટ્યુબ પર રાજકીય નેતાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોની ગુણવત્તાની દ્રષ્ટિએ આગળ છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પર 23,000 થી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે.
યુટ્યુબ સિવાય પીએમ મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 94 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 82.7 મિલિયન ફોલોઅર્સ છે. તે જ સમયે, PM મોદીના ફેસબુક પર 48 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.