PM Surya Ghar Yojana: ફ્રી વીજળી સ્કીમ, માત્ર 5 મિનિટમાં આ રીતે કરો અરજી, જાણો શરૂઆતમાં કેટલા લાગશે પૈસા | Moneycontrol Gujarati
Get App

PM Surya Ghar Yojana: ફ્રી વીજળી સ્કીમ, માત્ર 5 મિનિટમાં આ રીતે કરો અરજી, જાણો શરૂઆતમાં કેટલા લાગશે પૈસા

PM Surya Ghar Yojana Apply Process: પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજનાને લૉન્ચ કરતા કહ્યું કે સતત વિકાસ અને લોકોની ભલાઈ માટે અમે પીએમ સૂર્ય ઘર, ફ્રી વિજળી સ્કીમ શરૂ કરી રહ્યા છે. આનાથી 1 કરોડ ઘરો પ્રકાશિત થશે.

અપડેટેડ 04:00:07 PM Feb 15, 2024 પર
Story continues below Advertisement

દેશના 1 કરોડ ઘરોને મફત વીજળી (Free Electricity) આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Govt) દ્વારા પીએમ સૂર્યઘર યોજના (PM Surya Ghar Yojna) લૉન્ચ કરી છે. તેના હેઠળ દર મહિના 300 યૂનિટ વિજળી બિલકુલ ફ્રી મળશે. આ યોજના પર કેન્દ્ર સરકાર 75,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો, તો જલ્દી અરજી કરો.

ફ્રી વીજળીની સાથે મળશે સબ્સિડી

પીએમ ફ્રી વીજળી સ્કીમના હેઠળ અરજી કરવી ખૂબ જ સરળ છે. આ માટે તમારે માત્ર 5 મિનિટના સમય ફાળવો પડશે અને https://pmsuryaghar.gov.in દ્વારા અરજી કરવી પડશે. ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ 300 યુનિટ ફ્રી વિજળીની સાથે સરકાર સબ્સિડીનો લાભ પણ આપી રહી છે, જે સીધા તમારા બેન્ક અકાઉન્ટમાં મોકલવામાં આવશે. Ram Mandirના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સ્કીમ એક્સ પર આ સ્કીમને સતત વિકાસ અને લોકોની ભલાઈ વાળી યોજના ગણાવી હતી.


આ રીતે ઘરે બેઠા કરો રજીસ્ટ્રેશન

અધાકારીક વેબસાઇટ https://pmsuryaghar.gov.in પર જાઓ અને અપ્લાઈ ફૉર રૂફટોપ સોલર પસંદ કરો.

હવે તમારું રાજ્ય અને વીજળી વિતરણ કંપનીનું નામ પસંદ કરો. પછી તમારો વીજળી ગ્રાહક નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરો.

આ પછી નવા પેજ પર ગ્રાહક નંબર અને મોબાઇલ દાખલ કરીને લૉગિન કરો. આ પછી ફૉર્મ ખુલશે અને તેમાં આપેલી માર્ગદર્શિકા મુજબ રૂફટૉપ સોલાર પેનલ માટે અરજી કરશે.

આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમને ફીજિબિલિટીને મંજૂરી મળશે, જે પછી તમે તમારા DISCOM સાથે રજિસ્ટર્ડ કોઈપણ વેન્ડર પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટૉલ કરી શકશો.

સોલાર પેનલ ઇન્સ્ટોલ કર્યા પછી આગામી સ્ટેપના હેઠળ તમારે પ્લાન્ટની ડિટેલની સાથે નેટ મીટરના માટે અરજી કરવી પડશે.

નેટ મીટર ઇન્સ્ટૉલ કર્યા પછી અને Discom દ્વારા તપાસ કર્યા બાદ પોર્ટલ પરથી તમારે કમિશનિંગ સર્ટિફેક્ટ રજૂ કરવામાં આવશે.

આ સર્ટિફિકેટના દ્વારા થયા બાદ પોર્ટલના દ્વારા બેન્ક અકાઉન્ટ ડીટેલ અને કેન્સિલ ચેક સબ્મિટ કરવાનું રહેશે અને તમારા બેન્ક અકાઉન્ટમાં સબ્સિડી જમા થશે.

રોકાણ અને Subsidyની કેલકુલેશન

જો તમે તમારા ઘરમાં 2kW રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માંગો છો, તો વેબસાઈટ પર ઉપલબ્ધ કેલ્ક્યુલેટર મુજબ તેના માટે પ્રોજેક્ટ કૉસ્ટ 47000 રૂપિયા હશે. જેના પર સરકાર તરફથી 18000 રૂપિયાની સબ્સિડી આપવામાં આવશે. આ રીતે ગ્રાહકે રૂફટૉપ સોલાર લગાવવા માટે 29000 રૂપિયા ચૂકવવા પડશે. નિયમો અનુસાર આ માટે 130 વર્ગ ફિટની જગ્યા હોવી જોઈએ. 47,000 રૂપિયાના ખર્ચે બનેલ સોલાર પ્લાન્ટ દરરોજ 4.32 Kwh/day વીજળી ઉત્પન્ન કરશે, જે વર્ષના આધાર પર 1576 kWh/Year આવે છે. આ સાથે ગ્રાહકને રોજના 12.96 રૂપિયાની વચટ થશે, અને વર્ષમાં 4730 રૂપિયાની બચત થશે.

જ્યારે તમારો રૂફટૉપ વિસ્તાર 700 સ્કૉયર ફિટ તો ફરી 3 કિલોવાટ પેનલ માટે તમારું રોકાણ 80,000 રૂપિયા હશે અને આમાં તમને મળવા વાળી સબ્સિડી 36,000 રૂપિયા હશે. એટલે કે આ માટે તમારે તમારા ખિસ્સામાંથી માત્ર 50,000 રૂપિયા જ ખર્ચવા પડશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 15, 2024 4:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.