Rajkot News: હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો, 24 કલાકમાં 5 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ | Moneycontrol Gujarati
Get App

Rajkot News: હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો, 24 કલાકમાં 5 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ

અપડેટેડ 03:19:35 PM Jan 28, 2024 પર
Story continues below Advertisement
Rajkot News: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે.

Rajkot News: ધીરે ધીરે આ બીમારી જીવલેણ બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. ત્યારે હવે રાજકોટથી ફરી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી જીવલેણ બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. ત્યારે હવે રાજકોટથી ફરી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોને હ્રદયે દગો દીધો છે. આ પાંચેય લોકોની ઉંમર 21 વર્ષથી 51 વર્ષની વચ્ચે છે. એક સાથે 5 લોકોના હાર્ટ એટેકથી મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ 5 મૃતકો પૈકી એક યુવકના તો શનિવારે લગ્ન થવાના હતા, લગ્નના બે દિવસ અગાઉ હાર્ટ એટેકથી મૃત્યુ થતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ છે.


આ ઉપરાંત રાજકોટની આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સુર્યદીપસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુર્યદીપસિંહ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. જે બાદ તેઓેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા તો રાજકોટના મયણી નગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણનું અને બાબરીયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાબા જાડેજાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયું છે.

આ પણ વાંચો-Budget 2024: અન્ય કોઈ દિવસ નહીં, બજેટ 1લી ફેબ્રુઆરીએ જ કેમ રજૂ થાય છે? જાણો વિગત

ઉપરાંત રાજકોટની જેલમાં બંધ અંજારના કેદીને હાર્ટ એટેક ભરખી ગયો છે. 55 વર્ષીય હરી લોચાણીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. આ બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 28, 2024 3:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.