Ram Mandir Ayodhya: ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ માટે હૈદરાબાદથી 1265 કિલો લાડુનો પ્રસાદ અયોધ્યા પહોંચ્યો છે. આ લાડુ તૈયાર કરવા વાળા શ્રીરામ કેટરિંગ સર્વિસના એન નાગભૂષણમે કહ્યું કે ભગવાને મારા પરિવાર અને બિઝનેસને આશીર્વાદ આપ્યા છે. મે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી હું જીવતો છું, ત્યાં સુધી દરરોજ એક કિલો લાડુ બનાવીશ. હું ફૂડ સર્ટિફિકેટ પણ લાવ્યો છું. આ લાડુ એક મહિના સુધી ટકી શકે છે. 25 લોકોએ 3 દિવસ સુધી લાડુ બનાવ્યા છે.