Streams in Alaska: અલાસ્કામાં નદીઓનો રંગ થયો નારંગી, વૈજ્ઞાનિકો આ અજાણ્યા ફેરફારથી આશ્ચર્યચકિત
Streams in Alaska: અલાસ્કાના કોબુક વેલી નેશનલ પાર્કમાં નદીઓ, નહેરો અને અન્ય જળાશયોનો રંગ અચાનક નારંગી થઈ ગયો. સાયન્ટિફિક અમેરિકન જર્નલ માટે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ટેલર રોડ્સ દ્વારા કેસરી રંગની નદીઓનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો. કોબુક વેલી પાર્કમાં સૌથી નજીકનું ગામ 95 કિલોમીટર દૂર છે.
Streams in Alaska: યુનિવર્સિટી ઓફ અલાસ્કા એન્કરેજના ઇકોલોજિસ્ટ પેટ્રિક સુલિવાને કહ્યું કે, અહીં ક્યાંકથી ભયંકર પ્રદૂષણ થઈ રહ્યું છે.
Streams in Alaska: યુનિવર્સિટી ઓફ અલાસ્કા એન્કરેજના ઇકોલોજિસ્ટ પેટ્રિક સુલિવાને કહ્યું કે અહીં ક્યાંકથી ભયંકર પ્રદૂષણ થઈ રહ્યું છે. અમે કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પેટ્રિક તેની ટીમ સાથે નદીઓના કિનારે મુસાફરી કરી રહ્યો છે. ભૂરા રીંછના હુમલાથી પોતાને બચાવવા માટે તે હંમેશા પોતાની સાથે ગ્લોક પિસ્તોલ રાખે છે.
જ્યારે પેટ્રિકે આ નદીઓના પાણીના pHનું પરીક્ષણ કર્યું, ત્યારે તેમને જાણવા મળ્યું કે ઓક્સિજનનું લેવલ ઘણું ઓછું છે. pH લેવલ 6.4 છે, તે કોઈપણ સામાન્ય નદીના પાણી કરતાં 100 ગણું વધુ એસિડિક બની ગયું છે. સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ દેખાય છે. તેમાં આયર્નનું પણ વધુ પ્રમાણ મળી આવ્યું છે. આ પાણી હવે પીવાલાયક રહ્યું નથી.
અહીંની સૌથી મોટી નદી સૅલ્મોન નદી છે. જેમાંથી સેંકડો પ્રવાહો આ ખીણમાં ફેલાયેલા છે. અહીં 1000 કિલોમીટર લાંબા શિખરો છે. જેના પર બરફ જામેલો રહે છે. તે અમેરિકાની એવી નદીઓમાં સામેલ છે, જ્યાં માનવ પ્રવેશ ખૂબ જ ઓછો છે. તેથી અહીં પ્રદૂષણની શક્યતા ઓછી છે. પરંતુ નદીનો રંગ કેસરી હોવાથી વૈજ્ઞાનિકો ચિંતિત છે.
1980ના દાયકામાં અહીંનું પાણી ક્રિસ્ટલ ક્લિયર હતું. તળેટી પણ જોઈ શકાતી હતી. તેમાં ગુલાબી રંગની સૅલ્મોન માછલીઓ સ્વિમિંગ કરતી જોવા મળી હતી. પરંતુ હાલમાં આ નદીનો એક તૃતીયાંશ ભાગ એટલે કે નદીની લગભગ 110 કિલોમીટર લંબાઈનો રંગ નારંગી થઈ ગયો છે. નદીના ઓછામાં ઓછા 75 પ્રવાહોએ તેમનો રંગ બદલ્યો છે.
કોબુક વેલી નેશનલ પાર્ક અંગે આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2100 સુધીમાં અહીંનું તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ વધશે. આ પરમાફ્રોસ્ટના 40 ટકા ઓગળી જશે. જેના કારણે લાખો વર્ષોથી થીજી ગયેલા જીવો અને રસાયણો નદીઓમાંથી બહાર આવશે. હાલમાં નદીઓના બદલાતા રંગને લઈને બે સિદ્ધાંતો સામે આવ્યા છે.
પ્રથમ સિદ્ધાંત એ છે કે નદીની આસપાસના ખનિજો એસિડ છોડે છે, જે આબોહવા પરિવર્તન પાછળનું કારણ હોઈ શકે છે. અથવા કોઈ બેડરોકની નીચેથી લોખંડનો મોટો ભાગ પાણીના સંપર્કમાં આવ્યો છે. બીજો સિદ્ધાંત એ છે કે કેટલાક બેક્ટેરિયાએ મોટા પાયે તેમના રહેઠાણને બદલવાનું નક્કી કર્યું છે. અને તેઓ નદીના કિનારે વહેતા સ્થાનો બદલી રહ્યા છે.