Sachin Tendulkar in Kashmir: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો કાશ્મીર પ્રવાસનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સચિન તેંડુલકર કાશ્મીરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. તેણે રસ્તાને જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બદલી નાખ્યું. તેની સાથે ડઝનબંધ બાળકો હતા, જેઓ ત્યાં ક્રિકેટ રમી રહ્યા હતા. સચિન તેંડુલકર પણ પોતાની જાતને રોકી ન શક્યો અને રસ્તા પર ક્રિકેટ રમતા જોવા મળ્યો. આપને જણાવી દઇએ આ રીતના સચિનના વીડિયો ઘણી વાર સામે આવતા હોય છે.