કેન્સરની બિમારી ધીરે ધીરે આઉટ ઓફ કંટ્રોલ જઈ રહી છે, ચિંતાની વાત એ છે કે મોટાઓની સાથે સાથે બાળકો પણ હવે કેન્સરનો શિકાર બની રહ્યા છે. ભોજનની ખોટી આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પણ કેન્સર વધી શકે તેમ છે. ભારતમાં દર વર્ષે બાળકોમાં કેન્સરના લગભગ 50 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. અને ગુજરાત પણ હવે તેમાંથી બાકાત રહ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં દર મહિને 100 કરતા વધુ નવા બાળકો કેન્સરની બીમારી સાથે આવી રહ્યા છે.
જન્મ જાત બાળકો પણ કેન્સરનો શિકાર બની રહ્યા છે, જે બાળકો હજી જન્મયા હોય તે બાળકો હોસ્પિટલમાં પથરી વશ છે. મહામારીની ભયાનકતા સમજવા કેટલાક આંકડા જાણવા ખૂબ જરૂરી છે. 2018માં 1037 બાળકો સારવાર માટે આવ્યા હતા, જ્યારે 2019માં 933, કોરોના કહેરની વચ્ચે 2020માં 668, 2021માં 845, 2022માં 775 અને વર્ષ 2023માં 1201 બાળકો સારવાર માટે આવ્યા હતા.
બાળકોની ભોજનની આદતોમાં ખૂબ જ ફેરફાર થઈ રહ્યો છે. તે હેલ્થી ડાયેટ નથી લઈ રહ્યા અને જંક ફૂડની તરફ વધી રહ્યા છે. જેના કારણે શરીરમાં બીમારી થઈ રહી છે. જન્મથી લઈને 14 વર્ષની ઉંમર સુધી બાળકોમાં કેન્સરના કેસ જોઈ શકાય છે. ચિંતાની વાત એ છે કે સમય પર તેના લક્ષણોની ઓળખ પણ નથી થઈ રહી. જેના કારણે બીમારી વધતી જઈ રહી છે.