Tata Motorsએ આપી ભેટ, 1.20 લાખ રૂપિયા સુધી સસ્તી કરી પોતાની ઈવી કાર | Moneycontrol Gujarati
Get App

Tata Motorsએ આપી ભેટ, 1.20 લાખ રૂપિયા સુધી સસ્તી કરી પોતાની ઈવી કાર

Tata Motors: દેશની સૌથી મોટી ઑટો કંપની ટાટા મોટર્સે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે.

અપડેટેડ 12:23:38 PM Feb 13, 2024 પર
Story continues below Advertisement

Tata Motors EV: દેશની સૌથી મોટી ઑટો કંપનીએ ગ્રાહકોને ભેટ આપતા ઈવી - એટલે કે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતો ઘટાડવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી જાણકારી અનુસાર, કિંમતમાં 1,20,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ટાટા મોટર્સની ઈવી થઈ સસ્તી -

Tata.evએ Nexon EVની કિંમતમાં 1.20 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે, Tiago EVની કિંમતમાં 70,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.


હવે Nexon.ev ની કિંમત 14.49 લાખ રૂપિયાથી શરૂ થશે. Tiago.evની કિંમત હવે 7.99 લાખ રૂપિયાથી શરૂ થશે.

ભાવમાં ઘટાડો શા માટે? આ ભાવ ઘટાડા વિશે બોલતા, ટીપીઈએમ- TPEM Tata Passenger Electric Mobilityની ચીફ કોમર્શિયલ ઓફિસર, વિવેક શ્રીવત્સએ કહ્યું કે, “બૅટરીનો ખર્ચ ઈવીની કુલ કિંમતનો એક મોટો ભાગ છે. હાલના દિવસોમાં બેટરી સેલના ભાવમાં આવેલા ઘટાડાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ગ્રાહકોને તેનો ફાયદો મળી શકે છે.

ઈવી સેલ્સમાં સારો વધારો ચાલુ છે. અમારા કુલ સેલ્સમાં સૌથી ઝડપથી ગ્રોથ કરવા વાળો સેગમેન્ટ છે. કેલેન્ડર વર્ષ 2023માં પેસેન્જર વાહન ઈન્ડસ્ટ્રીએ 8 ટકાનો વધારો દર્જ કર્યો છે. જ્યારે, ઇવીમાં 90 ટકાનો ગ્રોથ આવ્યો છે. સેલ્સમાં ગ્રોથ હાજર કેલેન્ડર વર્ષ 2024માં પણ રજૂ થવાની આશા છે. જાન્યુઆરી 2024માં ઈવીનું વેચાણમાં 100 ટકા વર્ષના વધારો દર્જ કર્યો છે. 70 ટકાથી વધુ બજાર ભાગીદારી સાથે TPEM આ ઝડપથી વધતા સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 13, 2024 12:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.