Bluesky: જેક ડોર્સીએ સોશિયલ મીડિયા એપ ટ્વિટર બનાવી હતી, જે એક સમયે ખૂબ જ પોપ્યુલર હતી, જેને ખરીદી હતી અને તેનું નામ બદલીને X રાખ્યું હતું. જો કે, હવે જેક ડોર્સીએ કોમન યુઝર્સ માટે નવી સોશિયલ મીડિયા એપ્લિકેશન બ્લુસ્કાયને રોલઆઉટ કરી છે. તેને ટ્વિટર સાથે કોમ્પિટિશન કરવા માટે લોન્ચ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે પહેલા બ્લુસ્કાય એક ઇન્વાઇટ આધારિત પ્લેટફોર્મ હતું. મતલબ કે તમને તેમાં જોડાવા માટે એક ઇન્વાઇટ કોડની જરૂર પડતી હતી, પરંતુ હવે તમે સાઇનઅપ વિના સોશિયલ મીડિયા એપ BlueSkyનો ઉપયોગ કરી શકો છો. મતલબ કે કોઈપણ આ પ્લેટફોર્મમાં જોડાઈ શકે છે.