Screwworm disease: અમેરિકામાં એક વ્યક્તિમાં ન્યૂ વર્લ્ડ સ્ક્રુવોર્મના પરજીવીનું ઇન્ફેક્શન મળી આવ્યું છે, જે દેશમાં લાંબા સમય બાદનો પહેલો માનવ કેસ છે. આ વ્યક્તિ તાજેતરમાં એલ સલ્વાડોરની મુલાકાત કરીને પરત ફર્યો હતો અને મેરીલેન્ડમાં તેની તપાસ કરવામાં આવી. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) અને મેરીલેન્ડ હેલ્થ વિભાગે 4 ઓગસ્ટના રોજ આની પુષ્ટિ કરી હતી. આ બીમારી અમેરિકામાંથી નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ હવે તેનું પુનરાગમન ચિંતાનો વિષય બન્યું છે.
શું છે આ સ્ક્રૂવર્મ બીમારી?
સ્ક્રૂવર્મ એક પરજીવી ઇન્ફેક્શન છે જે કોક્લિઓમિયા હોમિનીવોરેક્સ નામની માખીના લાર્વા દ્વારા થાય છે. આ માખી મુખ્યત્વે ગરમ લોહીવાળા જાનવરો જેમ કે ગાય, ઘેટાં, બકરી, કૂતરા અને ઘોડા પર અસર કરે છે, પરંતુ ક્યારેક માનવોને પણ નિશાન બનાવે છે. માખી કોઈ ખુલ્લા ઘા, કટ અથવા ખંજવાળ પર ઇંડા મૂકે છે. આ ઇંડા કલાકોમાં જ લાર્વામાં ફેરવાઈ જાય છે, જેને સ્ક્રૂવર્મ કહેવામાં આવે છે. આ લાર્વા ઘાના જીવંત ટિશ્યુને ખાઈ જાય છે, જેથી ઘા વધુ ઊંડો અને ગંભીર બને છે.
માનવો માટે કેટલી ખતરનાક છે?
જાનવરો માટે કેમ છે તે આટલી જોખમી?
આ માખીઓ ઝડપથી પ્રજનન કરે છે અને ઇંડા મૂકે છે, જેથી બીમારી ઝડપથી ફેલાય છે. લાર્વા માત્ર મૃત ટિશ્યુ જ નહીં, પરંતુ જીવંત પેશીઓને પણ ખાઈ જાય છે. આનાથી જાનવરોમાં ઊંડા ઘા થાય છે અને તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. પશુઓની વસ્તીને મોટું નુકસાન પહોંચે છે, જે કૃષિ અને અર્થવ્યવસ્થા પર વિપરીત અસર કરે છે.
નોંધ: આ માહિતી સામાન્ય જ્ઞાન માટે છે. કોઈપણ બીમારી અથવા લક્ષણો અંગે તમારા ડોક્ટરની સલાહ લો.