Female Billionaires: આ ભારતીય મહિલાનો દુનિયામાં ડંકો, ટોપ-5 અમીરોમાં સામેલ, સાદગી છે તેમની ઓળખ!
Female Billionaires: વિશ્વની સૌથી ધનિક મહિલા ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ છે. લોરિયલના વાઇસ ચેરપર્સન બેટનકોર્ટનો જન્મ ફ્રાન્સમાં થયો હતો અને તેમની કુલ સંપત્તિ $98.8 બિલિયન છે. ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ છે.
Female Billionaires: ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ છે.
Female Billionaires: દુનિયાના સૌથી અમીરોની વાત કરવામાં આવે તો અમેરિકા આ મામલામાં ટોપ પર છે, પરંતુ સૌથી અમીરોની યાદીમાં ભારતીય અબજોપતિઓનો દબદબો પણ સતત વધી રહ્યો છે. માત્ર પુરૂષ અબજોપતિઓ જ નહીં પરંતુ મહિલા અબજોપતિઓ પણ ભારતને વિશ્વભરમાં પ્રખ્યાત કરી રહ્યા છે. એક રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ મામલે ભારત વિશ્વના ટોપ-5 દેશોમાં સામેલ છે. ભારતીય મહિલા અબજોપતિઓની યાદીમાં સાવિત્રી જિંદાલનું નામ નંબર વન છે.
અમેરિકામાં 97 મહિલા અબજોપતિ
સિટી ઈન્ડેક્સના નવા ઈન્ટરનેશનલ વુમન્સ ડે અભ્યાસ મુજબ, મહિલા અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં અમેરિકા ગ્લોબલ લેવલે પ્રથમ ક્રમે છે. અમેરિકામાં મહિલા અબજોપતિઓની સંખ્યા 97 છે, જે ચીન કરતા બમણી છે. નોંધનીય છે કે આ યાદીમાં ચીન 42 મહિલા અબજોપતિ સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં જર્મનીનું નામ ત્રીજા સ્થાને આવે છે, જે જાપાનને પાછળ છોડીને તાજેતરમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. આ દેશમાં 22 મહિલા અબજોપતિ છે. ચોથા સ્થાને ઈટાલીનું નામ છે, જે 19 મહિલા અબજોપતિનું ઘર છે.
ભારતમાં 15 મહિલા અબજોપતિ
મહિલા અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ભારત 5માં નંબરે મજબૂત હાજરી ધરાવે છે. ભારત 15 મહિલા અબજોપતિ સાથે પાંચમા સ્થાને છે. સિટી ઈન્ડેક્સના અભ્યાસ અનુસાર, ભારતીય મહિલા અબજોપતિઓની યાદીમાં સાવિત્રી જિંદાલ પ્રથમ સ્થાને છે. ફોર્બ્સ અનુસાર, 73 વર્ષની બિઝનેસવુમનની નેટવર્થ $30.2 બિલિયન છે. ભારતની બીજી સૌથી મોટી મહિલા સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીની પત્ની રોહિકા સાયરસ મિસ્ત્રી છે, જેમની પાસે $7.5 બિલિયનની કુલ સંપત્તિ છે. સાવિત્રી જિંદાલ તેની સાદગી માટે પણ જાણીતી છે.
આ છે દુનિયાની સૌથી અમીર મહિલા
વિશ્વની સૌથી અમીર મહિલાની વાત કરીએ તો તે છે ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ. ફોર્બ્સના બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડા જોઈએ તો આ લોકો વિશ્વના ટોપના અબજોપતિઓની યાદીમાં સામેલ છે. લોરિયલના વાઇસ ચેરપર્સન બેટનકોર્ટનો જન્મ ફ્રાન્સમાં થયો હતો અને તેમની કુલ સંપત્તિ $98.8 બિલિયન છે. રિપોર્ટ અનુસાર સૌથી વધુ નેટવર્થ ધરાવતા લોકોની રેન્કિંગમાં અમેરિકાનું વર્ચસ્વ યથાવત છે, જ્યારે સૌથી વધુ સંપત્તિ ધરાવતી 80 ટકા મહિલા અબજોપતિઓ પણ અમેરિકાની છે.
અંબાણી-અદાણી પણ હરોળમાં
જો આપણે પુરૂષ અબજોપતિઓની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ટોપના અમીરોની યાદીમાં પોતાનું સ્થાન સતત જાળવી રહ્યા છે. એક તરફ, મુકેશ અંબાણીની નેટવર્થ 116 બિલિયન ડૉલર છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 104 બિલિયન ડૉલર છે.