Xiaomiનો સૌથી પાવરફૂલ ફોન લોન્ચ, પાવરફુલ પ્રોસેસરની સાથે ચાર 50MP કેમેરા, જાણો કિંમત અને સ્પેશિફિકેશન
Xiaomi 14 Ultra: Xiaomi 14 Ultraને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ Xiaomiનો સૌથી દમદાર અને પાવરફુલ કેમેરા સેન્સર સ્માર્ટફોન છે. આ હેન્ડસેટની પાછળની પેનલ પર 50MP+50MP+50MP+50MP કેમેરા સેન્સર છે. 32MP સેલ્ફી કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ કેમેરા સેન્ટ્રિક સ્માર્ટફોન છે. આ ઉપરાંત, કંપનીએ તેની એક્સેસરીઝ પણ લોન્ચ કરી છે. ચાલો જાણીએ તેની કિંમત અને ફૂલ સ્પેશિફિકેશન વિશે.
Xiaomi 14 Ultra: Xiaomi 14 Ultra એ કેમેરા સેન્ટ્રિક સ્માર્ટફોન છે, જે Leica Summilux ઓપ્ટિકલ લેન્સ સાથે આવે છે.
Xiaomi 14 Ultra: Xiaomiએ તેનો અત્યાર સુધીનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન Xiaomi 14 Ultra લોન્ચ કર્યો છે. આ એક ફ્લેગશિપ સ્માર્ટફોન છે, જેને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આ સીરીઝ ભારતમાં પણ લોન્ચ થવાની છે. આ હેન્ડસેટમાં જબરદસ્ત પ્રોસેસર અને ઘણા સારા સ્પેક છે. આ ઉપરાંત, તેમાં 50MP-50MPના ચાર કેમેરા સેન્સર છે.
Xiaomi 14 Ultra એ કેમેરા સેન્ટ્રિક સ્માર્ટફોન છે, જે Leica Summilux ઓપ્ટિકલ લેન્સ સાથે આવે છે. જૂના વર્ઝનની તુલનામાં, Xiaomi 14 Ultra 136 ટકા વધુ બ્રાઇનેસ લેવલ સાથે આવે છે. તેમાં 32MP સેલ્ફી કેમેરા છે.
Xiaomi 14 અલ્ટ્રાના સ્પેશિફિકેશન
Xiaomi 14 Ultraમાં 6.73-ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેમાં ક્વાડ એચડી રિઝોલ્યુશન છે. આ હેન્ડસેટ 3000nitsની ટોપની બ્રાઇટનેસ ધરાવે છે. Xiaomi Longjing નો ઉપયોગ સ્ક્રીન પ્રોટેક્શન માટે કરવામાં આવ્યો છે.
Xiaomi 14 અલ્ટ્રા પ્રોસેસર
Xiaomi 14 Ultraમાં Qualcomm Snapdragon 8 Gen 3 SoC ચિપસેટ સાથે Adreno 750 GPU છે. આ સાથે, 12GB/16GB LPDDR5X RAM અને 256GB/512GB/1TB UFS 4.0 સ્ટોરેજના ઓપ્શન આપવામાં આવ્યા છે. ચીનમાં, આ ફોન Android 14 પર કામ કરતા HyperOS પર કામ કરશે.
Xiaomi 14 Ultraનું કેમેરા સેટઅપ
Xiaomi 14 Ultraમાં Lenovo Summilux ઓપ્ટિકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રાઇમરી કેમેરા 50MP Sony LYT 900 સેન્સર છે, જે 1-ઇંચ સેન્સર સાઇઝમાં આવે છે. સેકન્ડરી કેમેરા 50MP સોની IMX858 ટેલિફોટો સેન્સર છે, જે 3.2x ઓપ્ટિકલ ઝૂમ સાથે આવે છે.
ત્રીજો કેમેરો 50MP સોની IMX858 પેરિસ્કોપ લેન્સ છે, જે 5x ઓપ્ટિકલ ઝૂમ સાથે આવે છે. ચોથો કેમેરો 50MP અલ્ટ્રા-વાઇડ-એન્ગલ લેન્સ છે, જે 122 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂને કેપ્ચર કરે છે. તેમાં 32MP કેમેરા છે.
Xiaomi 14 Ultraની બેટરી
Xiaomi 14 Ultraમાં 5,300mAh બેટરી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તેમાં 80W વાયરલેસ ચાર્જિંગ અને 10W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ છે. તેમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.
Xiaomi 14 Ultraમાં ખાસ એક્સેસરીઝ
Xiaomi 14 Ultraમાં ખાસ એક્સેસરીઝ આપવામાં આવી છે, જેનું નામ Xiaomi 14 Ultra camera grip છે. તેની મદદથી યુઝર્સ ડેડિકેટેડ બટનની મદદથી કનેક્ટ થઈ શકે છે અને તે ટાઈપ સી પોર્ટની મદદથી જોડાયેલ છે. તે યુઝર્સને ફોકસને એડજેસ્ટ કરવા અને અપાર્ચરને મેન્યુઅલી કંટ્રોલ કરવાની પરમિશન આપે છે.
Xiaomi 14 Ultraની કિંમત
Xiaomi 14 Ultraને કુલ ચાર વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. પ્રાઇમરી વેરિઅન્ટ 12GB + 256GB કન્ફિગરેશન છે, જેની કિંમત CNY 6,499 છે. જો આપણે તેને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરીએ તો તે લગભગ રૂપિયા 75,000ની આસપાસની કિંમતમાં થાય છે.