Nissan magnite Gezaના સ્પેશિયલ એડિશનનું બુકિંગ રૂ. 11 હજારમાં થઈ શકશે, આકર્ષક સેફ્ટી ફીચર્સ - Nissan Magnite Geza Special Edition booking for Rs. 11 thousand, attractive safety features | Moneycontrol Gujarati
Get App

Nissan magnite Gezaના સ્પેશિયલ એડિશનનું બુકિંગ રૂ. 11 હજારમાં થઈ શકશે, આકર્ષક સેફ્ટી ફીચર્સ

Nissan Magnite Geza Booking: નિસાન મોટર ઈન્ડિયાએ ભારતીય ગ્રાહકો માટે પોતાની બેસ્ટ સેલિંગ બી-એસયુવીનું મેગ્નાઈટ ગેઝા સ્પેશિયલ એડિશન રજૂ કર્યું છે.

અપડેટેડ 01:27:25 PM May 20, 2023 પર
Story continues below Advertisement

નિસાન મોટર ઈન્ડિયાએ એસયુવીના ચાહકો માટે આકર્ષક ફીચર્સ સાથે મેગ્નાઈટ ગેઝા સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવ્યું છે. જેના બુકિંગ માત્ર રૂ. 11 હજારમાં કંપનીના સત્તાવાર શોરૂમ પરથી કોન્સેપ્ટ આધારિત થઈ શકશે.

કોન્સેપ્ટ આધારિત મેગ્નાઈટ ગેઝાના સ્પેશિયલ એડિશનમાં એડવાન્સ ઈન્ફોટેનમેન્ટ ફીચર આપવામાં આવ્યું છે. જે હાઈ રિઝોલ્યુશન 22.86 સેમી.

ટચસ્ક્રીન, વાયરલેસ કનેક્ટિવિટીની સાથે એન્ડ્રોઈડ કારપ્લે, પ્રિમિયમ જેબીએલ સ્પીકર્સ, ટ્રેજેક્ટરી રિઅર કેમેરા, એપ આધારિત કંટ્રોલ સાથે એબિએન્ટ લાઈટિંગ આપવામાં આવી છે.


કિંમત 26મેના રોજ જારી કરશે

નિસાન મેગ્નાઈટ ગેઝા સ્પેશિયલ એડિશનના બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે શોરૂમ પર જઈ રૂ. 11 હજારમાં બુકિંગ થઈ શકશે. જો કે, કારની કિંમત હાલ જારી કરવામાં આવી નથી.જે 26મેના રોજ જાહેર કરવામાં આવશે. મેગ્નાઈટ બી-એસયુવી સેગમેન્ટમાં ગ્રાહકોની પહેલી પસંદ છે. જે ડિસેમ્બર, 2020માં લોન્ચ કરવામાં આવી હતી.

સેફ્ટી ફીચર્સ

નિસાન મેગ્નાઈટ એસયુવી સેગમેન્ટમાં સુરક્ષાના સર્વશ્રેષ્ઠ માનાંકો હાંસિલ કર્યા છે. જેને ગ્લોબલ એનસીએપી દ્વારા એડલ્ટ ઓક્યુપન્ટ સેફ્ટી માટે 4 સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યા છે.

નિસાને તેના તમામ વેરિયન્ટ્સમાં વધારાના સેફ્ટી ફીચર્સ સાથે મેગ્નાઈટને વધુ શ્રેષ્ઠ બનાવી છે. કારમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS), હિલ સ્ટાર્ટ આસિસ્ટ (HSA), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) જેવા સેફ્ટી ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 20, 2023 1:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.