RBI Policy Meet: RBI MPC એ આજે પોતાના નિર્ણયોની જાહેરાત કરી. RBI એ વ્યાજ દરમાં 0.25% ઘટાડો કર્યો છે. રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે. કાપનો આ નિર્ણય MPC સભ્યો દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. SDF દર પણ 5.25% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. MSF દર 5.75% થી ઘટાડીને 5.50% કરવામાં આવ્યો છે. MPC નું વલણ 'NEUTRAL' પર યથાવત છે.
MPC ને તેના નિર્ણયો અંગે માહિતી આપતાં, RBI ગવર્નરે જણાવ્યું કે Q1 FY27 માટે CPI આગાહી 4.5% થી ઘટાડીને 3.9% કરવામાં આવી છે. FY26 Q4 CPI આગાહી 4% થી ઘટાડીને 2.9% કરવામાં આવી છે. FY26 Q3 CPI આગાહી 1.8% થી ઘટાડીને 0.6% કરવામાં આવી છે. FY26 રિટેલ ફુગાવાની આગાહી 2.6% થી ઘટાડીને 2% કરવામાં આવી છે. મુખ્ય ફુગાવો આગળ સ્થિર રહેશે.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે અર્થતંત્ર મજબૂત ગ્રોથનો અનુભવ કરી રહ્યું છે. ગ્રોથની દ્રષ્ટિએ ચાલુ વર્ષ સંતોષકારક છે. બેંકિંગ સિસ્ટમ સારી સ્થિતિમાં છે. વાસ્તવિક જીડીપી ગ્રોથમાં નોંધપાત્ર વધારો થયો છે. ભૂરાજનીતિ અને વેપાર અંગે અનિશ્ચિતતા યથાવત છે. 28 નવેમ્બર સુધીમાં, વિદેશી હૂંડિયામણ અનામત 68,600 કરોડ ડૉલર હતો.