GDP growth forecast: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 5 ડિસેમ્બરના રોજ ચાલુ નાણાકીય વર્ષ 2026 માટે GDP ગ્રોથનો અંદાજ અગાઉના 6.8 ટકાથી વધારીને 7.3 ટકા કર્યો છે. નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ અગાઉના 6.4 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. ચોથા ત્રિમાસિક ગાળા માટે, તે 6.2 ટકાથી વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વાસ્તવિક GDP ગ્રોથ 6.7 ટકા અને બીજા ત્રિમાસિક ગાળા માટે 6.8 ટકા કરવામાં આવી છે.



