આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદો પણ તેમની સાથે હતા. મમતાએ કહ્યું કે વડાપ્રધાને તેમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં અધિકારીઓની બેઠક યોજવામાં આવશે અને તેમની વિવિધ યોજનાઓમાં બાકી રકમની માંગ પર વિચારણા કરવામાં આવશે. મમતા બેનર્જીએ કેન્દ્ર પર યોજનાઓના નાણાં રોકવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ આ સંદર્ભે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો.



