7th Pay Commission: કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 42 ટકાથી વધારીને 46 ટકા કર્યો છે. કેન્દ્ર સરકારની જેમ હવે ઘણી રાજ્ય સરકારો પણ મોંઘવારી ભથ્થું (DA) વધારી રહી છે. હવે આ યાદીમાં રાજસ્થાનનું નામ પણ જોડાઈ ગયું છે. રાજસ્થાન સરકારે ચૂંટણી પહેલા ડીએમાં વધારો કર્યો છે. રાજસ્થાનમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજસ્થાન રાજ્યની અશોક ગેહલોત સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. આ પછી, વર્તમાન DA 42 ટકાથી વધીને 46 ટકા થઈ ગયો છે. ચૂંટણી પંચે રાજસ્થાનના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.



