ગ્રાહકોની સુવિધા માટે NPS નિયમમાં બદલાવ, પૈસા ઉપાડવાની પહેલા કરવું પડશે આ કામ | Moneycontrol Gujarati
Get App

ગ્રાહકોની સુવિધા માટે NPS નિયમમાં બદલાવ, પૈસા ઉપાડવાની પહેલા કરવું પડશે આ કામ

આ નિયમો હેઠળ ગ્રાહકોના બેંક ખાતાની ચકાસણી પેની-ડ્રોપ પદ્ધતિથી કરવામાં આવશે. આ સંદર્ભે PFRDAના 25 ઓક્ટોબરના પરિપત્ર મુજબ, વેરિફિકેશન પ્રક્રિયા માટે નામ મેચિંગ, ઉપાડ અને ઉપાડની વિનંતીઓ જરૂરી છે, એમ ETના અહેવાલમાં જણાવાયું છે.

અપડેટેડ 02:59:07 PM Oct 28, 2023 પર
Story continues below Advertisement
PFRDA ના નિયમોના અનુસાર, જો એનપીએસમાં સબ્સક્રાઈબર દ્વારા જમા રકમ કે વ્યાજ કુલ મળીને 5 લાખ રૂપિયાથી ઓછુ છે તો તે બધી રકમ એક સાથે ઉપાડી શકો છો.

નેશનલ પેન્શન સ્કીમ (NPS)માંથી પૈસા ઉપાડવા અથવા આ સ્કીમમાંથી બહાર નીકળવાના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ફંડ ઉપાડવા અને સ્કીમમાંથી બહાર નીકળવા માટે તાત્કાલિક બેંક એકાઉન્ટ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ ફેરફાર દ્વારા, PFRDA એ સુનિશ્ચિત કરશે કે ઉપાડની રકમ ગ્રાહકોના ખાતામાં સમયસર જમા થાય.

આ નિયમો હેઠળ ગ્રાહકોના બેંક ખાતાની ચકાસણી પેની-ડ્રોપ પદ્ધતિથી કરવામાં આવશે. આ સંદર્ભે PFRDAના 25 ઓક્ટોબરના પરિપત્ર મુજબ, વેરિફિકેશન પ્રક્રિયા માટે નામ મેચિંગ, ઉપાડ અને ઉપાડની વિનંતીઓ જરૂરી છે, એમ ETના અહેવાલમાં જણાવાયું છે. વધુમાં, ગ્રાહકોના બેંક ખાતાની વિગતો બદલવા માટે, પેની ડ્રોપ ચકાસણી સફળ હોવી જોઈએ.

નિયમોમાં થયા આ બદલાવ


પેન્શન રેગ્યુલેટરી ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે જો CRA પેની ડ્રોપને ચકાસવામાં નિષ્ફળ જશે, તો પછી NPSમાંથી બહાર નીકળવા અથવા પૈસા ઉપાડવા માટેની કોઈપણ વિનંતી, ગ્રાહકના બેંક ખાતાના ડેટામાં ફેરફારને સ્વીકારવામાં આવશે નહીં.

Chandra Grahan 2023: વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, જાણો સુતક કાળ અને ગ્રહણનો સમય

પેની ડ્રોપ નિષ્ફળ જવાના કિસ્સામાં, ગ્રાહકના બેંક ખાતાની વિગતોમાં ફેરફાર અંગેનો નિર્ણય સંબંધિત નોડલ ઓફિસ સાથે નિયત પ્રક્રિયા અનુસાર લેવામાં આવશે. જ્યારે, જો CRA પેની ડ્રોપ નિષ્ફળ જાય છે, તો ગ્રાહકને તેના મોબાઇલ નંબર અને ઇમેઇલ પર જાણ કરવામાં આવશે.

NPS થી બાહર નિકળવાના નિયમ

PFRDA ના નિયમોના અનુસાર, જો એનપીએસમાં સબ્સક્રાઈબર દ્વારા જમા રકમ કે વ્યાજ કુલ મળીને 5 લાખ રૂપિયાથી ઓછુ છે તો તે બધી રકમ એક સાથે ઉપાડી શકો છો. પરંતુ, તેનાથી વધારે થવા પર 40 ટકા રકમને પેંશન માટે રાખવામાં આવશે અને બાકી 60 ટકા રકમ એકસાથે બાહર ઉપાડી શકાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 28, 2023 2:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.