Home Loan Interest Rate: જો તમે પણ 2023 ના અંત પહેલા તમારું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા હોમ લોનના વ્યાજ દરને જાણો. તાજેતરમાં ઘણી બેન્કોએ હોમ લોનના દરમાં સુધારો કર્યો છે. તહેવારને કારણે 31 ડિસેમ્બર 2023 સુધી પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે, તમારી પાસે હોમ લોન ડિસ્કાઉન્ટ ઑફર્સ અને ડીલ્સનો લાભ લેવા માટે પુષ્કળ સમય છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક છે. હાલમાં, બેન્ક તેના ગ્રાહકોને 0.17 ટકાની પ્રોસેસિંગ ફી સાથે વાર્ષિક 8.40 ટકાના દરે હોમ લોન ઓફર કરી રહી છે. SBI હોમ લોન પર તહેવારોની ઓફર ચાલી રહી છે. આમાં ગ્રાહકોને હોમ લોન પર 65 બેસિસ પોઈન્ટ એટલે કે 0.65 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ રેગ્યુલર હોમ લોન, ફ્લેક્સીપે, એનઆરઆઈ, સેલરી ક્લાસ અને અપોન હોમ પર લાગુ છે. તમે 31 ડિસેમ્બર 2023 સુધી SBIનું આ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
બેન્ક ઓફ બરોડાની તહેવારોની ઓફર
બેન્ક ઓફ બરોડા (BOB) એ તેના ગ્રાહકો માટે 'BOB કે સંગ ફેસ્ટિવલ કી ઉમંગ' અભિયાન શરૂ કર્યું છે. બેન્ક ઓફ બરોડાનું આ વિશેષ અભિયાન 31 ડિસેમ્બર 2023 સુધી ચાલશે. આ ઝુંબેશ હેઠળ, બેન્કે ખૂબ જ આકર્ષક વ્યાજ દરો પર હોમ લોન, પર્સનલ લોન, કાર લોન અને એજ્યુકેશન લોન પર તહેવારોની ઑફર્સ શરૂ કરી છે.
ઈન્ડિયન બેન્ક એ જાહેર ક્ષેત્રની બેન્ક છે. તે હોમ લોન પર 8.50 થી 9.90 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. આના પર પ્રોસેસિંગ ચાર્જ રકમના 0.23 ટકા છે.