Health Insurance claim tips: ઈન્શ્યોરન્સ ક્લેમ માટે હોસ્પિટલમાં 24 કલાક એડમિટ રહેવાની જરૂર નથી, માત્ર 2 કલાકની સારવારમાં જ ક્લેમ થશે પાસ | Moneycontrol Gujarati
Get App

Health Insurance claim tips: ઈન્શ્યોરન્સ ક્લેમ માટે હોસ્પિટલમાં 24 કલાક એડમિટ રહેવાની જરૂર નથી, માત્ર 2 કલાકની સારવારમાં જ ક્લેમ થશે પાસ

Health Insurance claim tips: વાસ્તવમાં, હવે આવી રહેલી કેટલીક હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઓમાં 24 કલાક નહીં પરંતુ, 2 કલાક હોસ્પિટલાઈઝેશનનો ટાઈમ મળી રહ્યો છે. એવામાં તમે 2 કલાક સુધી હોસ્પિટલમાં ભરતી રહેવા પર પણ ક્લેમ કરી શકો છો.

અપડેટેડ 10:50:05 AM Nov 02, 2023 પર
Story continues below Advertisement
Health Insurance claim tips: ક્લેમ માટે ઓછામાં ઓછા 24 કલાકનું હોસ્પિટલાઈઝેશન જરૂરી છે. જો કે, હવે આવું જરૂરી નથી

Health Insurance claim tips: હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા બાદ ક્લેમ સ્ટેટમેન્ટ સંબંધિત શરતો સૌથી મહત્વની હોય છે, 24 કલાક હોસ્પિટલમાં ભરતી થવાની શરત. સામાન્ય રીતે મોટાભાગના હેલ્થ ઈન્શ્યોરન્સમાં આ શરત હોય છે કે, ક્લેમ માટે ઓછામાં ઓછા 24 કલાકનું હોસ્પિટલાઈઝેશન જરૂરી છે. જો કે, આવું જરૂરી નથી કે કોઈ બિમારી માટે પૂરો એક દિવસ હોસ્પિટલમાં ભરતી રહેવું પડે. કેટલીક બીમારીઓ કે સમસ્યાનો ઈલાજ 2થી 5 કલાકમાં પણ થઈ જાય છે.

હવે એવું નથી કે 24 કલાક હોસ્પિટલમાં ભરતી રહેવા પર જ તમને ક્લેમ મળશે. બજારમાં હવે એવા હેલ્થ પ્લાન પણ આવી ગયા છે, જેમાં ક્લેમ મેળવવા માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવાની જરૂર નથી. આવો વિસ્તારમાં જાણીએ.

2 કલાક દાખલ રહેવા પર પણ મળશે ક્લેમ


વાસ્તવમાં, હવે આવી રહેલી કેટલીક હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઓમાં 24 કલાક નહીં પરંતુ, 2 કલાક હોસ્પિટલાઈઝેશનનો ટાઈમ મળી રહ્યો છે. એવામાં તમે 2 કલાક સુધી હોસ્પિટલમાં ભરતી રહેવા પર પણ ક્લેમ કરી શકો છો. એટલા માટે પોલિસી પહેલા પોલિસીની શરતો વિશે સારી રીતે સમજી લેવું જોઈએ કે, શું આમાં ડે કેર ટ્રીટમેન્ટની સુવિધા સામેલ છે.

ડે-કેર ટ્રીટમેન્ટ માટે ક્લેમ ફાઈલ કરવાની પ્રોસેસ રેગ્યુલર ક્લેમ્સ જેવી જ હોય છે. આજકાલ મોટાભાગની વીમા કંપનીઓ ડે-કેર ટ્રીટમેન્ટ માટે કવરેજ ઓફર કરે છે. જો કે, દરેક ઈન્શ્યોરન્સ કંપની દ્વારા કરવા કરવામાં આવેલા સ્પેસિફિક ટ્રીટમેન્ટ અને સર્જરીમાં અંતર હોય છે. ખાસ વાત તો એ છે કે, કેર ટ્રીટમેન્ટની સુવિધા કેશલેશ ક્લેમની સાથે આવે છે.

આ વર્ષે માર્ચમાં એક કન્ઝ્યૂમર ફોરમે મેડિકલ ઈન્શ્યોરન્સ સંબંધિત મામલે મહત્વનો નિર્ણય કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે, હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે જરૂરી નથી કે, કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હોય કે, 24 કલાક માટે એડમિટ કરવામાં આવ્યો હોય.

આ પણ વાંચો - Prenuptial agreement: ભારતમાં પ્રિ-મેરેજ એગ્રીમેન્ટ ફરજિયાત કરવાની જરૂરઃ કોર્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 02, 2023 10:50 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.