iPhone : માત્ર 2,999 રૂપિયામાં iPhone 11 ! iPhone 15ના લોન્ચ પહેલાં iPhone 11ની કિંમતમાં ભારે ઘટાડો, વાંચો સંપૂર્ણ વિગત | Moneycontrol Gujarati
Get App

iPhone : માત્ર 2,999 રૂપિયામાં iPhone 11 ! iPhone 15ના લોન્ચ પહેલાં iPhone 11ની કિંમતમાં ભારે ઘટાડો, વાંચો સંપૂર્ણ વિગત

iPhone : iPhone 15ના લોન્ચ પહેલા જ iPhone 11ની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. તે હવે પોકેટ ફ્રેન્ડલી ફોન બની ગયો છે જે પ્રીમિયમ સ્માર્ટફોન કેટેગરીમાં આવે છે. તમે ફ્લિપકાર્ટ પરથી 3 હજાર રૂપિયામાં સસ્તો iPhone 11 ખરીદી શકો છો.

અપડેટેડ 04:01:24 PM Sep 12, 2023 પર
Story continues below Advertisement
iPhone : દુનિયાના માર્કેટમાં એપલના આઇફોનને વિશ્વના સૌથી મોંઘા સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે.

iPhone : દુનિયાભરમાં સ્માર્ટફોન માર્કેટમાં એપલના આઇફોનનું એક અલગ જ મહત્વ છે, સ્માર્ટફોન યૂઝર્સની વચ્ચે હંમેશા એપલનો લેટેસ્ટ આઇફોન યૂઝ કરવાની હોડ જામે છે. અત્યારે દુનિયાના માર્કેટમાં એપલના આઇફોનને વિશ્વના સૌથી મોંઘા સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે, 12 સપ્ટેમ્બરે ટેક દિગ્ગજ એપલ પોતાની નેક્સ્ટ ફ્લેગશીપ સીરીઝ 'આઈફોન 15' લૉન્ચ કરવા તૈયાર છે. આ નવી સીરીઝની કિંમતને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. સ્માર્ટફોનના સેલિંગમાં અપેક્ષિત ઘટાડા દરમિયાન આવક વધારવા માટે કંપની iPhone 15 Pro અને iPhone 15 Pro Pro Max મૉડલની કિંમતોમાં વધારો કરી શકે છે.

જો કે નવા iPhone 15ના આગમન પહેલા જૂના iPhonesની કિંમતમાં અચાનક ઘટાડો થયો છે. Flipkart iPhones પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે. જો તમે ક્યારેય iPhone નો ઉપયોગ કર્યો નથી અને અનુભવ કરવા માંગો છો તો તમે iPhone 11 તરફ જઈ શકો છો. તે હવે પોકેટ ફ્રેન્ડલી ફોન બની ગયો છે જે પ્રીમિયમ સ્માર્ટફોન કેટેગરીમાં આવે છે. મારા પર વિશ્વાસ કરો, તમે ફ્લિપકાર્ટ પરથી 3 હજાર રૂપિયાથી સસ્તો iPhone 11 ખરીદી શકો છો.

Apple iPhone 11 Price Cut


Flipkart પર iPhone 11 પર ભારે ડિસ્કાઉન્ટ છે. iPhone 11ની MRP 43,900 રૂપિયા છે, પરંતુ તે ફ્લિપકાર્ટ પર 37,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો તમે ફોન ખરીદવા માટે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 1,900 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તે પછી ફોનની કિંમત 36,099 રૂપિયા થઈ જશે. આ પછી એક્સચેન્જ ઓફર પણ છે.

Apple iPhone 11 Exchange Offer

Apple iPhone 11 પર રૂ. 33,100ની એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ છે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરો છો તો તમને આટલી બધી છૂટ મળશે. પરંતુ રૂ. 33,100નું ફુલ ઓફ ત્યારે જ મળશે જ્યારે ફોન લેટેસ્ટ અને સારી સ્થિતિમાં હશે. જો તમે સંપૂર્ણ ઓફ મેળવવામાં સફળ થશો તો ફોનની કિંમત 2,999 રૂપિયા હશે.

iPhone 11 specifications

Apple iPhone 11માં 6.1 ઇંચની સ્ક્રીન છે જે એકદમ બ્રાઇટ છે. તે Appleની A13 Bionic ચિપ પર ચાલે છે, જે ખૂબ જ ઝડપથી કામ કરે છે. આ પ્રીમિયમ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ લેન્સ સાથે બે કેમેરા છે. આની મદદથી તમે 4K ક્વોલિટીમાં ઉત્તમ ફોટા અને વીડિયો રેકોર્ડ કરી શકશો. તેમાં નાઈટ મોડ, પોટ્રેટ મોડ અને સ્માર્ટ HDR જેવા ફીચર્સ પણ સામેલ છે.

આ પણ વાંચો-Aadhaar card update: આધારકાર્ડ અપડેટ કરવાની વધી સમયમર્યાદા, હવે 14મી ડિસેમ્બર સુધી મફતમાં થશે આધાર સંબંધિત કામ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 12, 2023 4:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.