Jio 7th Anniversary Offer: 7 વર્ષ પૂરા થવા પર Jio કસ્ટમર્સને વિશેષ ઑફર્સ, મળી રહ્યો છે વધારાનો ડેટા અને ઘણા બેનિફિટ્સ | Moneycontrol Gujarati
Get App

Jio 7th Anniversary Offer: 7 વર્ષ પૂરા થવા પર Jio કસ્ટમર્સને વિશેષ ઑફર્સ, મળી રહ્યો છે વધારાનો ડેટા અને ઘણા બેનિફિટ્સ

Jio 7th Anniversary Offer: રિલાયન્સ જિયો તેની 7મી વર્ષગાંઠના અવસર પર કસ્ટમર્સને કેટલીક ખાસ ઑફર્સ આપી રહ્યું છે. Jio તેના કેટલાક રિચાર્જ પર ડેટા અને અન્ય ઘણા કૂપન્સ ઓફર કરે છે.

અપડેટેડ 01:53:45 PM Sep 05, 2023 પર
Story continues below Advertisement
Jio 7th Anniversary Offer: આ લિમિટેડ સમયગાળાની ઓફર છે જે કંપની તેના વર્ષ પૂર્ણ થવાના અવસર પર આપી રહી છે.

Jio 7th Anniversary Offer: રિલાયન્સ જિયો તેની 7મી વર્ષગાંઠના અવસર પર કસ્ટમર્સને કેટલીક ખાસ ઑફર્સ આપી રહ્યું છે. Jio તેના કેટલાક રિચાર્જ પર ડેટા અને અન્ય ઘણા કૂપન્સ ઓફર કરે છે. રિલાયન્સ જિયો 5થી 30 સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવેલા રિચાર્જ પર કસ્ટમર્સને વધારાના ડેટા અને વાઉચર્સ ઓફર કરી રહ્યું છે. આ લિમિટેડ સમયગાળાની ઓફર છે જે કંપની તેના વર્ષ પૂર્ણ થવાના અવસર પર આપી રહી છે.

Jio આ 3 હાલના પ્લાન પર ઑફર્સ આપી રહ્યું છે

Jio 299 રૂપિયા, 749 રૂપિયા અને 2999 રૂપિયાના પ્લાન પર આ ખાસ ઑફર્સ આપી રહ્યું છે.


રિલાયન્સ જિયો 299 રૂપિયાનો પ્લાન

299 રૂપિયાના રિલાયન્સ જિયો પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને 2 જીબી ડેટા પ્રમાણે કુલ 56 જીબી ડેટા મળે છે. દૈનિક ડેટા લિમિટ ખતમ થયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. આ પેકમાં કસ્ટમર્સને અનલિમિટેડ વોઈસ કોલની સુવિધા મળે છે અને પ્લાનમાં 100 ફ્રી SMS ઓફર કરવામાં આવી રહ્યા છે. Jioના પ્લાનમાં કસ્ટમર્સને JioTV, JioCinema, JioSecurity અને JioCloudનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

એક્સ્ટ્રા બેનિફિટ - હવે કંપની તેના પર 7 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે.

રિલાયન્સ જિયો રૂપિયા 749નો પ્લાન

રિલાયન્સ જિયોના રૂપિયા 749ના પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. આ પ્લાનમાં કસ્ટમર્સને દરરોજ 2 જીબી ડેટાના દરે કુલ 180 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. પ્લાનમાં ઉપલબ્ધ દૈનિક ડેટા ખતમ થઈ ગયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. Jioના આ રિચાર્જ પેકમાં દેશભરમાં અલિમિટેડ વોઈસ કોલ ઓફર કરવામાં આવે છે. ગ્રાહકને દરરોજ 100SMS ફ્રી ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં Jio કસ્ટમર્સને JioTV, JioCinema, JioSecurity, JioCloudનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

એક્સ્ટ્રા બેનિફિટ - હવે કંપની તેના પર 14 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. તમને આ 2 કૂપન સાથે મળશે.

રિલાયન્સ જિયો 2,999 રૂપિયાનો પ્લાન

Reliance Jioના રૂપિયા 2999 Jio પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા મળે છે. એટલે કે કસ્ટમર્સ કુલ 912.5GB ડેટાનો લાભ લઈ શકે છે. દરરોજ મળતો ડેટા પૂરો થયા પછી, સ્પીડ 64Kbps પર રહે છે. આ પ્લાનમાં કસ્ટમર્સ અનલિમિટેડ 5G ડેટાનો લાભ લઈ શકે છે. આ રિચાર્જ પેકમાં દરરોજ 100 SMS આપવામાં આવે છે.

વધારાના લાભો - આ પ્લાનના વિશેષ વધારાના લાભોમાં 21GB વધારાનો મોબાઇલ ડેટા, AJIO પર રૂપિયા200ની છૂટ અને Netmeds પર 20%ની છૂટ (રૂપિયા800 સુધી)નો સમાવેશ થાય છે. તેમાં સ્વિગી પર રૂપિયા 100ની છૂટ, રૂપિયા 149 અને તેથી વધુની ખરીદી પર ફ્રી મેકડોનાલ્ડ ભોજનનો સમાવેશ થાય છે. રિલાયન્સ ડિજિટલ પર 10 ટકાની છૂટ પણ સામેલ છે. આમાં ફ્લાઇટ પર રૂપિયા 1500 સુધીની છૂટ અને હોટલ પર 15 ટકાની છૂટ અને Yatra.com પર રૂપિયા 4000 સુધીની છૂટનો સમાવેશ થાય છે.

આ રીતે તમે આ વિશેષ લાભોનો લાભ લઈ શકો છો

કંપનીના જણાવ્યા અનુસાર, રિચાર્જ કર્યા પછી તરત જ કસ્ટમર્સના MyJio એકાઉન્ટમાં વધારાના લાભો ઉમેરવામાં આવશે. વધારાનો ડેટા MyJio એપમાં ડેટા વાઉચર તરીકે જમા કરવામાં આવશે. યુઝર્સે એપમાંથી વાઉચર્સ રિડીમ કરવાના રહેશે.

આ પણ વાંચો - SBI બેન્કના કસ્ટમર્સે 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ કરવું પડશે પૂર્ણ, નહીં તો પછીથી થશો પરેશાન

MoneyControl News

MoneyControl News

First Published: Sep 05, 2023 1:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.