Jio Air Fiber: જિયો એરફાઈબરથી મળશે બંપર સ્પીડ, સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયામાં | Moneycontrol Gujarati
Get App

Jio Air Fiber: જિયો એરફાઈબરથી મળશે બંપર સ્પીડ, સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયામાં

અપડેટેડ 03:48:58 PM Sep 19, 2023 પર
Story continues below Advertisement
દેશની દિગ્ગજ ટેલીકૉમ કંપની રિલાયંસ જિયોએ જિયો એરફાઈબરને આજે લૉન્ચ કરવાની તૈયારીમાં છે.

Jio Air Fiber: દેશની દિગ્ગજ ટેલીકૉમ કંપની રિલાયંસ જિયો (Reliance Jio) એ જિયો એરફાઈબર (Jio AirFiber) ને આજે લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 46 મી AGM મીટિંગમાં જાહેરાત કરી હતી કે જિયો એર ફાઈબરને ગણેશ ચતુર્થીના મોકા પર 19 સપ્ટેમ્બરના લૉન્ચ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જિયો એર ફાઈબર બ્રૉડબેંડનું એક નવુ વર્ઝન છે. તેમાં યૂઝર્સને વગર કોઈ તારના ઈંટરનેટ સર્વિસ મળશે. તેને ઘર કે ઑફિસ ક્યાંય પર લગાવી શકાશે. જિયો એર ફાઈબર વાયરલેસ ડોંગલની જેમ કામ કરશે. તેમાં 1.5 Gbps ની સ્પીડ મળશે.

હાલના વર્તમાન સમયમાં બ્રૉડબેંડ કનેક્શન લેવા પર ફાઈબર લાઈનના દ્વારા ઈંટરનેટની સુવિધા આપવામાં આવે છે. પરંતુ જિયો એર ફાઈબરમાં કોઈપણ રીતના ઈંફ્રાસ્ટ્રક્ચરની જરૂર નહીં પડે. તેને તમે ખુબ સરળતાથી ઈંસ્ટોલ કરી શકો છો. જિયો એર ફાઈબર જિયો ફાઈબરથી અલગ એક વાયરલેસ ઈંટરનેટ ડિવાઈઝ છે.

599 રૂપિયાથી શરૂ થાય છે પ્લાન


તેને કનેક્ટ કરવા માટે તેના સેટએપ જિયો એપની જરૂર પડશે. એપમાં યૂઝર્સને જિયો એર ફાઈબરને સેટ કરવા માટે ઘણા બધા ઑપ્શન મળશે. આ ડિવાઈઝ 100 સ્કવેયર ફીટના એરિયામાં હાઈ-સ્પીડ ઈંટરનેટ ઑફર કરે છે. કંપનીએ હજુ તેની કિંમતનો ખુલાસો નથી કર્યો. રિપોર્ટ જોઈએ તો 6000 રૂપિયાની આસપાસ તેની પ્રાઈઝ ટેગની સાથે આવી શકે છે. જિયો એર ફાઈબરના પ્લાંસની વાત કરીએ તો 599 રૂપિયાથી 3,999 રૂપિયાની વચ્ચે આવે છે. તેમાં કંપની 1 Gbps સુધીની સ્પીડ, અનલિમિટેડ ડેટા અને ઓટીટી સબ્સક્રિપ્શન ઑફર કરી રહી છે.

જિયો એર ફાઈબરના 599 રુપિયા વાળો પ્લાન

કંપની આ પ્લાનમાં 30Mbps ની ઈંટરનેટ સ્પીડ ઑફર કરી રહી છે. પ્લાનમાં તમને ઈંટરનેટ યૂઝ કરવા માટે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનને તમે 6 અને 12 મહીના માટે સબ્સક્રાઈબ કરાવી શકો છે. પ્લાનમાં ડિઝ્ની+ હૉટસ્ટાર, સોની લિવ અને ઝી5 ની સાથે 11 ઓટીટી એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

Daily Voice: બેંકિંગ સેક્ટરમાં આગળ દેખાશે તેજી, આઈપીઓમાં રોકાણ કરવું સારા સોદા નથી

જિયો એર ફાઈબરના 899 રુપિયા વાળો પ્લાન

કંપની આ પ્લાનમાં 100Mbps ની ઈંટરનેટ સ્પીડ ઑફર કરી રહી છે. પ્લાનમાં તમને ઈંટરનેટ યૂઝ કરવા માટે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનને તમે 6 અને 12 મહીના માટે સબ્સક્રાઈબ કરાવી શકો છે. પ્લાનમાં ડિઝ્ની+ હૉટસ્ટાર, સોની લિવ અને ઝી5 ની સાથે 11 ઓટીટી એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

જિયો એર ફાઈબરના 1199 રુપિયા વાળો પ્લાન

કંપની આ પ્લાનમાં 100Mbps ની ઈંટરનેટ સ્પીડ ઑફર કરી રહી છે. પ્લાનમાં તમને ઈંટરનેટ યૂઝ કરવા માટે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનને તમે 6 અને 12 મહીના માટે સબ્સક્રાઈબ કરાવી શકો છે. આ પ્લાનમાં નેટફેલ્કિસ, એમેઝોન પ્રાઈમ, ડિઝ્ની+ હૉટસ્ટાર, સોની લિવ અને ઝી5 ની સાથે 13 ઓટીટી એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

જિયો એર ફાઈબરના 1499 રુપિયા વાળો પ્લાન

કંપની આ પ્લાનમાં 300Mbps ની ઈંટરનેટ સ્પીડ ઑફર કરી રહી છે. પ્લાનમાં તમને ઈંટરનેટ યૂઝ કરવા માટે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનને તમે 6 અને 12 મહીના માટે સબ્સક્રાઈબ કરાવી શકો છે. પ્લાનમાં ડિઝ્ની+ હૉટસ્ટાર, સોની લિવ અને ઝી5 ની સાથે 13 ઓટીટી એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

જિયો એર ફાઈબરના 2,499 રુપિયા વાળો પ્લાન

કંપની આ પ્લાનમાં 500Mbps ની ઈંટરનેટ સ્પીડ ઑફર કરી રહી છે. પ્લાનમાં તમને ઈંટરનેટ યૂઝ કરવા માટે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનને તમે 6 અને 12 મહીના માટે સબ્સક્રાઈબ કરાવી શકો છે. પ્લાનમાં ડિઝ્ની+ હૉટસ્ટાર, સોની લિવ અને ઝી5 ની સાથે 13 ઓટીટી એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

જિયો એર ફાઈબરના 3,999 રુપિયા વાળો પ્લાન

કંપની આ પ્લાનમાં 1Gbps ની ઈંટરનેટ સ્પીડ ઑફર કરી રહી છે. પ્લાનમાં તમને ઈંટરનેટ યૂઝ કરવા માટે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનને તમે 6 અને 12 મહીના માટે સબ્સક્રાઈબ કરાવી શકો છે. પ્લાનમાં ડિઝ્ની+ હૉટસ્ટારની સાથે 13 ઓટીટી એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

આ 8 શહેરોમાં શરૂ થઈ સર્વિસ

જિયો એર ફાઈબર સર્વિસ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકતા, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ અને પુણેમાં લાઈવ થઈ ગઈ છે. જિયો એર ફાઈબરને ઓનલાઈન કે ઑફલાઈન બુક કરવામાં આવી શકે છે. 60008-60008 પર મિસ્ડ કૉલ આપીને કે www.jio.com પર વિઝિટ કરી બુકિંગ પ્રક્રિયા શરૂ કરી શકો છો. જિયો સ્ટોર્સથી પણ જિયો એર ફાઈબરને ખરીદી શકાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 19, 2023 3:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.