મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ટર્મ રાઇડર્સ એટલે શું? તેના ફાયદા, દર્શકોનાં સવાલ.
મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ટર્મ રાઇડર્સ એટલે શું? તેના ફાયદા, દર્શકોનાં સવાલ.
મની મેનેજરમાં આજે આપણે ખાસ સ્ત્રીધન અંગે વાત કરવાના છીએ, શું છે સ્ત્રીધન, મહિલાઓના ક્યા અધિકારો છે, મહિલા માટે રોકાણની ખાસ યોજનાઓ આ તમામ અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું, આગળ જાણકારી લઈશું પ્રોમોર ફિનટેકનાં ડિરેક્ટર અને સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર, નિશા સંઘવી પાસેથી.
ટર્મ પ્લાન- મૃત્યુના સંજોગોમાં પરિવારની નાણાંકીય સુરક્ષા છે. પ્લેન ઇન્શ્યોરન્સમાં ઉમેરાતા એડઓન એટલે રાઇડર્સ છે. નવો ટર્મ પ્લાન રાઇડર્સ સાથે લેવો જોઇએ. "વેવર ઓફ પ્રીમિયમ ઓન ડિસેબિલીટી" રાઇડર લેવુ જોઇએ. આ રાઇડરનું પ્રીમિયમ ઘણુ ઓછુ હોય છે. 25 થી 30ની ઉંમરના વ્યક્તી માટે આ રાઇડર 1000 રૂપિયામાં મળી શકે છે.
ડિસેબિલિટીને કારણે આવક બંધ થઇ શકે છે. ડિસેબિલિટીનાં સંજોગોમાં તમારે બાકીના પ્રીમિયમ નહી ભરવા પડે. ક્રિટિકલ ઇલનેસનું રાઇડર પણ ખૂબ મહત્વનું છે. આ રાઇડરથી ક્રિટિકલ ઇલનેસ આવતા લમસમ રકમ મળશે. અલગ અલગ ઇન્શ્યોરન્સ કંપનીની ક્રિટિકલ ઇલનેસની લિસ્ટ અલગ હોય છે. બેઝ પ્રીમિયમથી ક્રિટિકલ ઇલનેસનું પ્રીમિયમ ઓછુ હોવુ જોઇએ.
ક્રિટિકલ ઇલનેસનું નિદાન થાય પછી એક ફોર્મ જમા કરાવવાનું હોય છે. ડિસીઝના નિદાનના ડોક્યુમેન્ટસ જમા કરાવવાના હોય છે. આમ કરવાથી તમને ક્રિટિકલ ઇલનેસના કવર જેટલા રૂપિયા મળી જશે. અમુક ઇન્શ્યોરન્સ કંપની ટર્મ કવરમાંથી ઇલનેસનું કવર બાદ કરે છે. અમુક ઇન્શ્યોરન્સ કંપની ટર્મ કવર ઉપરાંત ઇલનેસ કવર આપે છે.
એકસીડન્ટ માટેનું રાઇડર પણ મળતુ હોય છે. એકસીડન્ટથી મૃત્યુના સંજોગામાં વધુ કવર મળશે. એકસીડન્ટ પોલિસીમાં ડિસએબિલિટી અને મૃત્યુ બન્ને કવર થાય છે. ઇન્શ્યોરન્સ ને લગતી શરતો સમય સાથે કઠીન થઇ રહી છે.
ઇનકમ બેનિફિટ ડ્યુ ટુ ડિસેબિલિટીનું રાઇડર પણ હોય છે. આ રાઇડરથી ડિસેબિલિટીના સંજોગોમાં અમુક રકમ મળી શકે છે. HDFC લાઇફ બેનિફિટ ડ્યુ ટુ ડિસેબિલિટીનું રાઇડર આપે છે. ટર્મ પ્લાન લો છો ત્યારે જે રાઇડર લીધા છે એ આખી ટર્મ લાગુ રહેશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.