મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ફંડ પસંદગીમાં થતી સામાન્ય ભૂલ, માત્ર પાછલા પર્ફોરમન્સ જોઇ ફંડ સિલેક્શન શા માટે ન કરવું? દર્શકોનાં સવાલ.
મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ફંડ પસંદગીમાં થતી સામાન્ય ભૂલ, માત્ર પાછલા પર્ફોરમન્સ જોઇ ફંડ સિલેક્શન શા માટે ન કરવું? દર્શકોનાં સવાલ.
મની મૅનેજરમાં આપણે ધ્યેય ને અનુલક્ષીને રોકાણ કરવાની વાત કરતા હોઇએ છીએ પરંતુ ફંડ સિલેક્શનમાં ઘણા રોકાણકારોથી ભૂલ થઇ જતી હોય છે. જેની અસર તમારા આખા પોર્ટફોલિયોના પરફોર્મન્સ પર પડે છે. આવુ ન થાય તે માટે ફંડ સિલેક્શન પહેલા શાના પર ધ્યાન આપવું અને શાના પર નહી. આગળ જાણકારી લઈશું ક્રેડન્સ વેલ્થ એડવાઈઝર્સના ફાઉન્ડર અને સીઈઓ, કિર્તન શાહ પાસેથી.
માત્ર છેલ્લા 3 વર્ષના રિટર્ન જોઇ રોકાણ કરવા એ રોકાણકારની સૌથી મોટી ભૂલ ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં 30 ટકા, 7 ટકા, 4 ટકા રિટર્ન હોય તો વેબસાઇટ 3 વર્ષનાં રિટર્ન 11 ટકા બતાવશે. છેલ્લા 1 વર્ષમાં 30 ટકા, 7 ટકા, 4 ટકા રિટર્ન હોય તો વેબસાઇટ 3 વર્ષનાં રિટર્ન 30 ટકા બતાવશે. માત્ર આ સરેરાશ આંકડો જોવાથી તમે 3 વર્ષમાં 11 ટકા રિટર્નની આશા રાખશો. આ ફંડના રિટર્ન વર્ષ દર વર્ષ ઘટી રહ્યાં છે એ તમારી નજરમાંથી છુટી શકે છે.
માર્કેટની સાયકલ દરેક 2-3 વર્ષે બદલાય છે. દરેક સાયકલમાં ફંડ મેનેજરની અમુક સ્ટાઇલ કામ કરે છે. બદલાતા માર્કેટમાં એજ સ્ટાઇલ દર વર્ષે કામ કરે એ જરૂરી નથી. દરેક માર્કેટ સાયકલમાં અમુક સેક્ટર અને થીમ સારા ચાલે છે. સૌથી વધુ રિટર્ન આપતી સ્કીમ સેક્ટર કે થીમની સ્કીમ હોય શકે છે. આવા ફંડમાં ડાઇવર્સિફિકેશન હોતુ નથી. સારી પરફોર્મન્સ આપી ચુકેલા ફંડનું પરફોર્મન્સ નીચે આવી શકે છે.
MFમાં રોકાણ પહેલા રોલિંગ રિટર્ન જોવા જોઇએ. રોલિંગ રિટર્ન તમને ફંડની કન્સ્ટિટન્સી જણાવશે. રોલિંગ રિટર્નથી તમે 3 વર્ષના અપેક્ષિત રિટર્ન જાણી શકશો. રોલિંગ રિટર્નની સાથે અન્ય ઘણી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. રોકાણ માર્કેટની દરેક કેપમાં હોવા જોઇએ. પોર્ટફોલિયોમાં વેલ્યુ, ગ્રોથ અને મુવમેન્ટમ હોવા જોઇએ. 5 વર્ષમાં પોઝિટીવ આલ્ફા હોય એવી સ્કીમમાં રોકાણ કરો છો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.